ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે, ત્યારે મંદીને કારણે ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા 1 ઓક્ટોબર સુધીમાં રાહત જાહેર નહીં કરવામાં આવે તો બે મોટા સ્ટીલ પ્લાન્ટો બંધ થવાની શક્યતાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે 600 થી વધુ કામદારો બેકાર બનશે ત્યારે સરકાર રાહત જાહેર કરે તેવી માંગ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી છે. એવામાં મજૂરોને છૂટા કરવામાં પણ આવી રહ્યા છે.
તાજેતરમાં મંદીની માર ઝેલી રહેલા સિરામીક અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા વિશેષ પેકેજ થકી રાહત આપવામાં આવી હતી, ત્યારે જોવું એ રહ્યું કે, સ્ટીલ ઉદ્યોગ માટે સરકાર કેવા પગલા ભરે છે.