પંચમહાલ જિલ્લામાં મહિલા સશક્તિકરણની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરવાહડફમાં પોષણ પખવાડિયા અને સ્તન સપ્તાહ અંતર્ગત મોરવા ICDS વિભાગ દ્વારા "બેટી બચાવો બેટી પઢાવો" રૅલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. તાલુકા મથક ખાતે આવેલી ICDS કચેરી ખાતે મોટી સંખ્યામાં તાલુકા વિસ્તારમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો,આશાવર્કર બહેનો આ રૅલીમાં જોડાયા હતા.
ICDS કચેરી ખાતેથી રૅલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. રેલીમાં ઉપસ્થિત કાર્યકરોએ "દીકરો દીકરી એક સમાન",બેટી બચાવો બેટી પઢાવો" લખેલા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોરવાહડફ નગરના વિવિધ વિસ્તારમાં ફરી જાગૃતિ લાવાનો પ્રયાસ કર્યા હતો.આ રૅલીમાં આરોગ્ય વિભાગ, ICDS વિભાગના CDPOએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.