ETV Bharat / state

પંચમહાલ જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા ડિજિટલ શિક્ષણનો પ્રારંભ - પંચમહાલમાં ડિજિટલ શિક્ષણનો પ્રારંભ

હાલ લૉકડાઉનને લઈને રાજ્યની તમામ શાળાઓ બંધ છે. ત્યારે પંચમહાલ જિલ્લાની પણ તમામ શાળાઓ હાલ બંધ છે. જેથી બાળકો આ દિવસોમાં અભ્યાસ કરી શકે તેમજ અભ્યાસ વિના આટલા દિવસમાં અભ્યાસસ્મૃતિ ગુમાવી ન બેસે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8નું ડિજિટલ સાહિત્ય તૈયાર કરીને દરેક વાલીને મોબાઈલ તેમજ વિદ્યાર્થીઓને ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી હાલ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Etv BHarat, Gujarati News, Panchmahal News, Digital Education
Panchmahal News
author img

By

Published : Apr 13, 2020, 11:43 AM IST

પંચમહાલઃ કોરોના સામે સાવચેતીના ભાગરૂપે તેમજ કોરોનાના ચેપની સાંકળ વધુ ફેલાતી અટકાવવા માટે હાલ રાજ્ય લૉકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવામાં આવી છે, ત્યારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ પણ હાલ બંધ છે. જેથી પંચમહાલ જિલ્લામાં આવેલી કુલ 1410 પ્રાથમિક શાળાઓ પણ હાલ બંધ છે, ત્યારે આ શાળામાં આવતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને જ અભ્યાસ કરી શકે અને અભ્યાસ અંગેની સ્મૃતિ આ દિવસો દરમિયાન કેળવે તેવા ઉમદા હેતુથી પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોને લગતું ડીજીટલ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

Etv BHarat, Gujarati News, Panchmahal News, Digital Education
પંચમહાલ જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા ડિજિટલ શિક્ષણનો પ્રારંભ

આ સાહિત્ય બાળકોના વાલીઓને તેમના મોબાઈલ પર મોકલીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે વાલીઓ પાસે મોબાઈલની સુવિધા નથી તેવા વાલીઓના બાળકોને શાળાની શિક્ષણ સમિતિના સભ્યના મોબાઈલ મારફતે સાહિત્ય પહોંચાડીને પણ બાળકોને હાલ અભ્યાસ કરાવડાવવામાં આવી રહ્યો છે. જિલ્લાની તમામ શાળાના આચાર્યો દ્વારા તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનું એક વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને આ ગ્રુપ મારફતે તમામ અભ્યાસ લાગતું સાહિત્ય હાલ પહોંચાડવામાં આવ્યું છે અને તેની મદદથી હાલ બાળકો સારી રીતે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો દ્વારા વ્હોટસએપ ગ્રુપથી તો સાહિત્ય મોકલવામાં આવ્યું છે પણ તેની સાથે સાથે બાળકો પોતાના ઘરે રહીને જ અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃતિઓ પણ કરી શકે તે માટે ઝૂમ એપ્લિકેશનની મદદથી બાળકો સાથે લાઈવ વીડિયો કોન્ફરન્સની મદદથી પણ હાલ બાળકોને પ્રવૃત્તિમય રાખવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આવેલી ૧૪૧૧ જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ પૈકી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને મોબાઈલ- ડિજિટલ માધ્યમથી અભ્યાસનું સાહિત્ય પહોંચાડી તેનું નિયમિત મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત બાકી રહેલા ૧ લાખ જેટલા બાળકો કે જેઓ જિલ્લાના વધુ પડતા અંતરિયાળ વિસ્તારોમાં વસે છે તેમના માટે પણ હાલ શિક્ષણ વિભાગ દ્વારા શાળાની શિક્ષણ સમિતિ સાથે સંકલન કરીને અભ્યાસ માટેનું સાહિત્ય પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ પહેલને વિદ્યાર્થીઓ પણ આવકારી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.