ETV Bharat / state

મોરવા હડફના ઉમેદવારોની રાજકીય સફર

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા બાદમાં ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવા અંગેનો મામલો સામે આવ્યો હતો અને તેમને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઉમેદવારની રાજકીય સફર
ઉમેદવારની રાજકીય સફર
author img

By

Published : Apr 30, 2021, 6:26 PM IST

  • મોરવા હડફ વિધાનસભા બેઠક
  • કોંગ્રેસ ઉમેદવારનો ઇતિહાસ
  • ભાજપ ઉમેદવારનો ઇતિહાસ

પંચમહાલ : જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા બાદમાં ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવા અંગેનો મામલો સામે આવ્યો હતો અને તેમને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેની સામે હાઇકોર્ટમાં ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન બીમારીને લઈને ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ ખાલી પડેલી વિધાનસભાની આ બેઠક ચૂંટણી 17મીએ યોજાઈ હતી.

ઉમેદવારની રાજકીય સફર
ઉમેદવારની રાજકીય સફર

કોંગ્રેસના ઉમેદવારનો રાજકીય પરિચય

મોરવા હડફ બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરેશ છગનભાઈ કરાટા છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કરાટા છેલ્લાં ૨૫ વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય છે અને ૧૦ વર્ષ સુધી મોરવા હડફ તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલા છે.સુરેશ ભાઈએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. તેે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે ,તેમના પત્ની અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે.એવી જ રીતે તેમના પિતા પણ ત્રણ ટર્મ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે.આ ઉપરાંત સ્થાનિક અને આદિવાસી સમાજના હોવાથી કોંગ્રેસ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે.

ઉમેદવારની રાજકીય સફર
ઉમેદવારની રાજકીય સફર

ભાજપના ઉમેદવારનો રાજકીય પરિચય

મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારે ઉમેદવારી નોંધાવી છે. નિમિષાબેન સુથારના સસરા એ.કે.સુથાર ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. આ દરમિયાન વર્ષ 2013માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવી હતી દરમિયાન નિમિષાબેન સુથારનો 15716 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે વિજય થયો હતો. નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે.તેઓ હાલ પંચમહાલ જિલ્લાા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.