હાલોલના પાવાગઢ રોડ ઉપર આવેલા મોંઘાવાડા વિસ્તારમાં શ્રીલંકા પાકસ્તાનની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી હાલોલ શહેર પોલીસ મથકના .PI જે જી. અમીનને મળતા પોલીસ કર્મીઓની ટીમ બનાવી ખાનગી ગાડી લઇ બાતમી વાળી જગ્યા ઉપર છાપો મારતા રૂમમાં ચાર ઈસમો હતા. જેમાંથી બે ઈસમો પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. ભાગી છૂટેલા બંને ઈસમોને પોલીસે ઓળખી કાઢ્યા હતા ,જેમાં એક જાબીર ઉર્ફે ટોટો તેમજ જાવેદ ઉર્ફે બોથમ ભાગી છૂટ્યા હતા. જયારે ઝડપાઇ ગયેલા ઈસમનું નામ પુછતા તે રમીઝ અલ્લારખાં ઘાંચી તેમજ સરફરાઝ ઈસ્માઈલ હોવાનુ જણાવ્યુ હતુ.
ક્રિકેટ સટ્ટા બેટીંગ રેડ દરમિયાન રૂમમાંથી પોલીસે ટીવી, રેકોર્ડર ,મોબાઈલ, કેલ્ક્યુલેટર ,કેશ કાઉન્ટર મશીન રોકડ રકમ સહિત 1,86,440 લાખના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ઇસમો જાબીર અને જાવેદ પોલીસ રેડ દરમિયાન ભાગી છુટ્યા હતા, તેઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.