ગોધરા શહેરમાં પરંપરાગત રૂટ પર થી ગણેશ વિસર્જન યાત્રા નીકળશે. આ યાત્રામાં 135 ઉપરાંત ગણેશ મંડળો જોડાશે. યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રામસાગર તળાવમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. સમગ્ર વિસર્જન યાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા સંપન્ન થાય તેને લઈને યાત્રામાં તથા શહેરમાં પોલીસ ઉપરાંત SRP, બોર્ડર વિંગ સહીત ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 1 SP, 11 DYSP, 60 PI,136 PSI, 4000 પોલીસ કર્મચારી, 500 મહિલા પોલીસ કર્મચારી, 800 હોમગાર્ડ્સ, 10 ઘોડેસવાર, 70 કેમેરામેન અને 10 વધારાના વાહનો તેમજ 6 SRP અને 2 બોર્ડરવીંગની કંપની સહિતનો કાફલો ખડેપગે રહેશે.150 CCTV કેમેરા તેમજ વ્રજ અને 1 નેત્રા જેવા સાધનોથી સમગ્ર વિસર્જન યાત્રાના રૂટ પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે.
વિસર્જન યાત્રા પહેલા પોલીસ દ્વારા શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ અને લોકો તેમજ ગણેહ મંડળો સાથે મળી સુલેહ શાંતિ અને સંવાદિતતા જળવાય તે માટે બેઠકો યોજવામાં આવી હતી.સમગ્ર યાત્રા દરમિયાન 70 જેટલા વીડિયો ગ્રાફર અને 150 જેટલા CCTV યાત્રાના રુટ પર રહેશે, ઉપરાત 6 ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે.