ETV Bharat / state

ગોધરાના હારેડા ગામ પાસેથી નકલી ચલણી નોટ સાથે ૩ ઝડપાયા

પંચમહાલ: રાજ્યમાં નકલી ચલણી નોટોને ઘુસાડવાનું કૌભાંડ વધી રહ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામ પાસેથી પંચમહાલ SOG પોલીસ દ્વારા રુપિયા 3.69 લાખની જુદા જુદા દરની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ થયો હતો.

author img

By

Published : Jul 18, 2019, 4:44 PM IST

ગોધરાના હારેડા ગામ પાસેથી નકલી ચલણી નોટ સાથે ૩ ઝડપાયા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી ચલણી નોટોની ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.જેમાં અલગ રીતો દ્વારા ચલણી નોટો રાજ્ય બહારથી લાવવામાં આવી રહી છે.પંચમહાલ પોલીસે બાતમીના આધારે પોલીસે નર્મદા કેનાલ પરથી એક ગાડી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જે બાદ પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી નકલી નોટોના (૧) રૂપિયા 100 ના દરની નંગ-2822 નોટો,એમ કુલ રુપિયા 2,82,200, તો રૂપિયા 200ની દરની નંગ 225 કિમંત રૂપિયા 45000 તથા રૂપિયા 500 ના દરની નંગ 85 નોટો જેની કુલ કિમંત રૂપિયા 42500 હતી.

ગોધરાના હારેડા ગામ પાસેથી નકલી ચલણી નોટ સાથે ૩ ઝડપાયા

આમ મળી કુલ બનાવટી નોટોનો નંગ-3132 જેની કુલ કિમિંત રૂપિયા 3,69,700 ની પોલીસે જણાવી હતી. પોલીસે હાલ આરોપી રમણસિહ બલુસિહ જાદવ,જગદીશ ઉદેસિહ ચૌહાણ અને નટવરસિહ ભારતસિહ ચૌહાણ ની ધરપકડ કરી છે જોકે અન્ય એક આરોપી અજીતસિંહ વાઘજીભાઇ પરમાર જે ફરાર થવામાં સફળ રહ્યો હતો.આમ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ સાથે આ ગુનામાં સંકળાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઝડપાયેલા ૩ ઇસમો આ નકલી નોટો ફરાર અજીતસિંહ પાસેથી લેતા હતા જે નકલી નોટોને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચલણમાં લાવી દેતા હતા અને આ કામ કરવાના તેઓને 45 ટકા જેટલું કમીશન પણ મળતું હતું .

Intro:રાજ્યમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ આવ્યું બહાર ,જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામ પાસેથી પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા ૩.૬૯ લાખની જુદા જુદા દરની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી, અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.Body:વિ.ઓ. : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે,જેમાં અલગ રીતો દ્વારા ચલણી નોટો રાજ્ય બહારથી લાવવામાં આવી રહી છે, અને માણસો રોકીને તેઓને અમુક ટકા કમિશન ચૂકવીને આ નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવતી હોય છે,ત્યારે આ પ્રકારનું નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ પંચમહાલ જિલ્લામાં થી બહાર આવ્યું છે, પંચમહાલ પોલીસના કાકણપુર પોલીસને બાતમી મળી હતી કે તેમના પોલીસ સ્ટેશનના હદમાં આવતા હારેડા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ પર અમુક ઇસમો નકલી નોટો લઈને પસાર થવાના છે જે બાતમીના આધારે પંચમહાલ એસ ઓ જી શાખાને સાથે રાખી બાતમી મુજબ ની જગ્યાએ વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ત્રણ ઇસમો સાથે પકડી હતી અને ગાડીમા ઝડતી દરમ્યાન પકડાયેલ ત્રણ ઇસમો પાસેથી જુદા જુદા દરની ભારતીય બનાવટની ચલણી નોટો મળી આવી હતી જેમાં

(૧) રૂા.૧૦૦/- ના દરની નંગ-૨૮૨૨ નોટો કિ.રૂા.૨,૮૨,૨૦૦/-

(ર) રૂા.૨૦૦/- ના દરની નંગ-૨૨૫ કિ.રૂા.૪૫,૦૦૦/-

(૩) રૂા.૫૦૦/- ના દરની નંગ-૮૫ નોટો જેની કિરૂા.૪૨૫૦૦/-

મળી કુલ બનાવટી નોટો નંગ-૩૧૩૨ જેની કુલ કિ.રૂા.૩,૬૯,૭૦૦/- ની બનાવટી નોટોની ખરાઈ કરતા મળી આવેલ તમામ ચલણી નોટ નકલી હોવાનું માલુમ પડ્યું હતું , પોલીસે હાલ
૧.રમણસિહ બલુસિહ જાદવ રહે.ગોપરી તા.ડેસર જી.વડોદરા ,૨.જગદીશ ઉદેસિહ ચૌહાણ રહે.નાકરેજી તા.ગોધરા જી.પંચમહાલ અને, ૩.નટવરસિહ ભારતસિહ ચૌહાણ રહે.અમરેશ્વર તા.ગોધરા જી.પંચમહાલ , જ્યારે અન્ય એક આરોપી અજીતસિંહ વાઘજીભાઇ પરમાર કે જે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, આમ પોલીસે ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરી તેઓ સાથે આ ગુનામાં સંકળાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઝડપાયેલા ૩ ઇસમો આ નકલી નોટો ફરાર અજીતસિંહ પાસેથી લેતા હતા જે નકલી નોટોને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચલણમાં લાવી દેતા હતા અને આ કામ કરવાના તેઓને ૪૫% જેટલું કમીશન પણ મળતું હતું .

બાઈટ :- ડો લીના પાટીલ, જિલ્લા પોલીસ અધિક્ષક, પંચમહાલ

=========================Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.