પોરબંદર: એક માસ પૂર્વેની મારામારીમાં ભીમા દુલા ઓડેદરાને ગઈકાલે શુક્રવારે પોલીસે ઝડપી લીધો હતો, ત્યારે આજે શનિવારે તેને જામીન પણ મળી ગયા છે, બીજી તરફ ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ પર પણ મર્યાદા કરતા વધુ કાર્તિશ રાખવાના ગુનામાં ફરિયાદ નોંધાય છે. લાયસન્સમાં દર્શાવેલ મર્યાદા કરતા વધારે કાર્ટિસ રાખવા અંગે ગુનો નોંધાયો છે.
પોરબંદરની ભીમાદુલાની ધરપકડ સમયે ભીમા દુલાના ઘરેથી કાર્ટિસનો જથ્થો ઝડપાયો છે, અને તેમાં તેના પુત્ર અને પુત્રવધુની લાયસન્સમાં દર્શાવેલ મર્યાદા કરતા વધારે કાર્ટિસ રાખવા અંગે ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે પોરબંદર એલસીબી પીઆઇ આર કે કાંબરીયાએ (૧) લખમણભાઈ ભીમાભાઇ ઓડેદરા (૨) સંતોકબેન લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા (રહે. બંન્ને આદિત્યાણા ગામ) સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. લખમણ ઓડેદરા પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અને 2017માં ભાજપ પક્ષ તરફથી ચૂંટણી પણ લડી ચુક્યા છે.
ફરિયાદ અનુસાર આરોપી લખમણ ભીમા ઓડેદરાએ પોતાના હથિયાર લાયસન્સ નમ્બર DM-PBR-III- 200-2010માં જણાવેલ શરતો પૈકી એક વર્ષમાં ૧૦૦ કાર્ટિશ ખરીદ કરવાના હોય. જેના બદલે ૩૮ બોર પીસ્ટલ સાથે ૧૦૬ જીવતા કાર્ટીશ તથા ૩૮ બોર રીવોલ્વર સાથે ૧૩૦ જીવતા કાર્ટોશ મળી આવેલ હોય તથા આરોપી સતોકબેને પોતાના હથિયાર લાયસન્સ નં. SDM/ RNY/V/96 માં જણાવેલ શરતો પૈકી એક વર્ષમાં ૧૦૦ કાર્ટીશ ખરીદ કરવાના હોય. જેના બદલે ૧૨ બોર ડબલ બેરલ ગન સાથે ૧૦૭ જીવતા કાર્ટીશ મળી આવતા બંન્ને આરોપીઓએ હથિયાર લાયસન્સની શરતનો ભંગકરી શરત કરતા વધારે કાર્ટોશ રાખી ગુન્હો કરતા રાણાવાવ પોલીસ સ્ટેશન પી આઈ એસ.આર.ઓડેદરાએ હથીયારધારા મુજબ એફઆઈઆર નોંધી છે.
ભીમાં દુલા ને જામીન મળ્યા: મહત્વપૂર્ણ છે કે, ગત ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ દૂર આદિત્યાણા ગામ બોરીચા ગામના પાટીયા પાસે ભીમા દુલા ઓડેદરાની વાડીના રહેણાંક મકાને બનેલી આ ઘટના અંગે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.એસ.આઈ પી.ડી જાદવ તપાસ ચલાવી રહ્યા છે. શુક્રવારે મારામારી કેસમાં ભીમા દુલાની ધરપકડ કરાઈ હતી, જ્યારે આજે શનિવારે ભીમા દુલાના વકીલ ભરત લાખાણીની દલીલોને ધ્યાને રાખી કોર્ટે મારામારી કેસમાં ભીમ દુલાના જામીન મંજુર કર્યા હતા.