પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારના લુહાર ફળિયામાં રહેતો દિગ્વિજય ટેટુ આર્ટીસ્ટ છે. ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા પછી તેણે પેઈન્ટિંગ્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દિગ્વિજય વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ બનાવે છે. જેમાં એક્રેલિક આર્ટ, ઓઇલ પેસ્ટલ આર્ટ, વોટર કલર, પેન્સિલ સ્કેચ, પોઈટ્રેટ, વોલ પેન્ટિંગનો સમાવેશ થાય છે. તેણે ભગવાન બુદ્ધ-કૃષ્ણ, રાણી પદ્માવતીના વેશમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, ગરબા રમતી સ્ત્રી સહીતના ચિત્રો દોર્યા છે.
વિવિધ પેઈન્ટિંગ્સમાં હાથ અજમાવ્યા બાદ પ્રથમ વખત દિગ્વિજયને લાગ્યુ કે આપણે રંગોળીમાં પણ હાથ અજમાવવો જોઈએ. આથી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી. આ રંગોળી બનાવતા પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.