ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીને લઈને તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટે એડવાઈઝરી જાહેર કરી - કોરોના વાયરસની સારવાર

સમગ્ર રાજ્યમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોને કોરના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢને પણ હવે બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેની મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આજ સાંજની આરતી બાદ મંદિર યાત્રાળુઓ માટે બંધ રાખવામાં આવશે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 19, 2020, 7:00 PM IST

Updated : Mar 19, 2020, 10:43 PM IST

પંચમહાલ: આગામી 25 માર્ચથી ચૈત્રી નવરાત્રી શરુ થઈ રહી છે. ત્યારે નવરાત્રી પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. નવરાત્રી સિવાય પણ અહીં દરરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડી તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરાત કરવામાં આવી છે. આજ સાંજની આરતી બાદ મંદિર બંધ રહેશે.આગામી 20 માર્ચથી 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢ મંદિર દ્વાર બંધ રાખવામાં આવશે.

પાવાગઢ ટ્રસ્ટે એડવાઈઝરી જાહેર કરી

ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠો માટે અનેરું મહત્વ હોય છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન નિયત પૂજા વિધિ કરવામાં આવશે. કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી આગામી 20 થી 31 માર્ચ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને રાજ્ય સરકાર દ્વારા નવી એડવાઈઝરી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી મંદિર ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્રને પૂરતો સાથ સહકાર આપી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પાવાગઢ મંદિર ટ્રસ્ટના મંદિર બંધ રાખવાના નિર્ણય ને આવકારવામાં આવ્યો છે. પ્રેસ બ્રીફમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ને પણ અપીલ કરવામાં આવી છે કે, હાલ કોરોના વાઈરસના સંભવિત સંક્રમણ થી બચવા તમામ શક્ય પગલાં લેવામાં આવે.પાવાગઢ મંદિર એક સપ્તાહ પૂરતું બંધ રાખવાના નિર્ણય ને ટ્રસ્ટ સહીત સ્થાનિક લોકો અને વેપારીઓ પણ સહકાર મળ્યો છે.

જ્યાં સુધી પાવાગઢ મંદિર ખુલ્લું છે. ત્યાં સુધી આરોગ્ય અને સુરક્ષાની સાવચેતીના તમામ પગલાં લેવામાં આવશે. જેના ભાગ રૂપે હાલોલ ખાતે એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.પાવાગઢ માંચી સહિત અલગ અલગ જગ્યાઓ પર લોકો નું સ્ક્રિનિંગ ચાલુ રાખવામાં આવશે, સાથેજ વિવિધ જગ્યા ઓ પર આર્યુર્વેદિક દવાઓ અને ઉકાળાનું વિતરણ કરવામાં આવનાર છે.જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાઈરસ થી ડરવાની જગ્યા એ સાવચેતી રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

Last Updated : Mar 19, 2020, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.