ETV Bharat / state

ગોધરામાં શાળાએ બસ સેવા બંધ કરતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં

ગોધરાઃ અનાજ મહાજન શિક્ષણ મંડળ સંચાલિત વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ માટે મંડળ દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કૂલ બસ સેવા અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે ગોધરાની ન્યુ ઈરા સ્કુલ ખાતે હોબાળો કરી વિરોધ કર્યો હતો.

ગોધરામાં શાળાએ બસ સેવા બંધ કરતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
author img

By

Published : Jul 2, 2019, 4:40 AM IST

ગોધરાના અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુ ઈરા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંત સમયથી શરુ કરવામાં આવેલ સ્કૂલ બસ સેવા અચાનક સોમવારથી બંધ કરી દેવાઈ છે. જેથી સ્કુલ બસથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગોધરા તાલુકાના અનેક ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ ચોમાસાની ઋતુમાં સ્કૂલબસ ન આવતા આજે શિક્ષણથી વંચિત રહે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ગોધરામાં શાળાએ બસ સેવા બંધ કરતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં

જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે શાળા સંકુલમાં પહોંચી સ્કૂલ બસ ફરીથી શરુ કરવા માટે સુત્રોચ્ચાર પોકારી હોબાળો કર્યો હતો. નવા સત્રમાં એડ્મીશન થઈ ગયા પછી સંચાલકોએ આ સેવા બંધ કરી દેતા વાલીઓ છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. પ્રવેશ લઈ લીધા પછી સંચાલકોએ પોત પ્રકાશતા વાલીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ટ્રસ્ટીઓના આ નિર્ણયથી 1500 વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાયા છે. સ્કુલબસથી સંસ્થાને મહીને 45 લાખનું આર્થિક ભારણ આવતુ હોવાનો ઉડાઉ જવાબ આપી ટ્રસ્ટીઓ પોતાની ચામડી બચાવી રહ્યા છે.

Intro:ગોધરા અનાજ મહાજન શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ માટે મંડળ દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કૂલબસ ને અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજે ગોધરાની ન્યુ ઈરા સ્કુલ ખાતે હોબાળો મચાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો . 
રાજ્ય સરકાર દ્વારા સ્કુલવાન - બસ ના થતા અકસ્માતોને અટકાવવા માટે નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવતા આ નિયમોનું પાલન ન કરી શકતા શાળા સંચાલકો - સ્કુલવાન સંચાલકો દ્વારા વાન - બસ સેવા બંધ કરી દેવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે.આજ પ્રકારે ગોધરાના અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુ ઈરા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા જ છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતના સમયથી શરુ કરવામાં આવેલ સ્કૂલબસ અચાનક આજે બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગોધરા તાલુકાના અનેક ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ ચોમાસાની ઋતુમાં સ્કૂલબસ ન આવતા આજે શિક્ષણથી વંચિત રહ્યા હતા . અચાનક શાળા દ્વારા સ્કૂલબસ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજે શાળા સંકુલમાં પહોંચી સ્કૂલબસ ફરીથી શરુ કરવા માટે સુત્રોચ્ચાર - હોબાળો મચાવી માંગ કરી હતી . ગત ૨૫ તારીખે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલબસ આગામી ૧ જુલાઈ થી બંધ કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી પરંતુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાળા શરુ થયાના ૧ મહિનામાં જ સ્કુલ બસ બંધ કરી દેવાની જ હતી તો નવા સત્ર દરમિયાન જાણ કરવામાં આવી હોત તો અમે અમારા બાળકને અન્ય કોઈ શાળામાં પ્રવેશ અપાવતા પરંતુ શાળા શરુ થયાના ૧ મહિના બાદ હવે સ્કૂલબસ વગર ગ્રામ્ય વિસ્તારમાંથી ગોધરા આવવું કેવી રીતે અથવા તો નજીકની શાળામાં હાલ પ્રવેશ કેવી રીતે મેળવવો . 

બાઈટ ૧ : ધર્મેશ પટેલ , વાલી 

બાઈટ ૨ : વનિતા પગી , વાલી 

અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ ઈરા હાઇસ્કુલમાં ગોધરા તાલુકાના અંતરિયાળ ગામોમાંથી ૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસર્થે શાળા દ્વારા વર્ષો પૂર્વે શરુ કરવામાં આવેલી સ્કૂલબસ મારફતે આવતા હતા . પરંતુ સ્કૂલબસ અને સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સરકાર દ્વારા નવા નિયમો બનાવ્યા બાદ તેનું કડકપણે પાલન કરવાની શરૂઆત કરવામાં આવતા સ્કૂલબસ -વાન સંચાલકો દ્વારા તેમના દ્વારા આપવામાં આવતી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. અને તેના ભાગરૂપે જ ગોધરાના આ ટ્રસ્ટ દ્વારા પણ આર ટી ઓ વિભાગના નિયમોનું પાલન કરી  શાળાની સ્કૂલબસ ચલવવા માટે મોટા આર્થિક બોજનો સામનો કરવો પડતો હોઈ અચાનક જ પોતાની શાળાની સ્કૂલબસ સેવા બંધ કરી દીધી હતી . શાળાના ટ્રસ્ટીના મતે છેલ્લા ઘણા સમયથી સ્કૂલબસ ચલાવવા માટે મહીને વધારાના ૪૫ લાખનું સંસ્થાને આર્થિક ભારણ આવતું જ હતું ત્યાં હવે આર ટી ઓ વિભાગ દ્વારા નાવાનીયમોનું પાલન કરીને જો સ્કૂલબસ ચલાવવી હોય તો સંસ્થાને હજુ વધારાનું ૩૯ લાખ રૂપિયાનું આર્થિક ભારણ આવી શકે તેમ હોય સંસ્થા દ્વારા સ્કુલબસ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું . 

બાઈટ ૩ : શરદ શાહ , ટ્રસ્ટી , ગોધરા અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ 

ગોધરાની ન્યુ ઈરા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા ગોધરા તાલુકાના અંતરિયાળ ગામોના ૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ હાલ શાળાએ આવવા જવા માટે સ્કુલબસની સેવા જે શાળા દ્વારા પૂરી પાડવામાં આવતી હતી તે અચાનક જ બંધ કરી દેવામાં આવતા આ ૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ સ્કૂલબસ વગર વિસામણમાં મુકાયા છે . અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી શાળાના સમયે પહોંચવા માટે હવે આ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડશે તે વાત ચોક્કસ છે અને તે પણ જીવના જોખમે, ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને સ્કૂલબસ - વાન માટે બનવવામાં આવેલા નિયમોનું પાલન કરવાવું એ ક્યાંક વિદ્યાર્થીઓ માટે ફરીથી જીવના જોખમ સાબિત થાય તો નવાઈ નહિ. 
.કંદર્પ પંડ્યા Body:બાઈટ ૧ : ધર્મેશ પટેલ , વાલી 

બાઈટ ૨ : વનિતા પગી , વાલી 
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.