ETV Bharat / state

ઓનલાઈન મિત્રો બનાવી લૂંટ કરતી ગેંગના એક આરોપીની પંચમહાલ સાયબર સેલ દ્વારા ધરપકડ

author img

By

Published : Jul 28, 2021, 9:33 AM IST

કાલોલ તાલુકાના વેજલપુરના એક વ્યક્તિને ફેસબુક (Facebook) ઉપર ન્યુ દિલ્હીના શખ્સે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી,વોટ્સએપ ચેટ કરી,તમારી સાથે મિત્રતા થવાથી પ્રમોશન મળ્યું છે તેવી વાત કરીને છેતરપિંડી કરી હતી. આરોપીએ પીડિતને કહ્યું કે પ્રમોશમ મળ્યાની ખુશીમાં તમને કિંમતી ભેટ મોકલી આપ્યાની લાલચ આપી એરપોર્ટ પરથી કિંમતી ભેટ છોડવવાની લાલચ આપી પ્રોસેસ ફીના નામે રૂપિયા 5,18,600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.જે બાદ દિલ્હીની ગેંગ પૈકીના એક આરોપીને દિલ્હી ખાતેથી પંચમહાલ ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ઓનલાઇન છેતરપિંડી કરતો આરોપી
ઓનલાઇન છેતરપિંડી કરતો આરોપી
  • ઓનલાઇન છેતરપિંડી (Online fraud) કરતી ગેંગ ઝડપાઇ
  • રૂપિયા 5,18,600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લૂંટ
  • દિલ્હીથી આરોપીની ધરપકડ

પંચમહાલ: કાલોલ તાલુકાના વેજલપુરના શૈલેષભાઇ પટેલે ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના નિલીન બેરી નામની ફેસબુક આઇ.ડી.ઉપરથી તેઓને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.ત્યારબાદ તેઓ સાથે મિત્રતા કેળવી ચેટિંગ કરી તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યું છે માટે તમને કિંમતી ભેટ મોકલું છું.જે કિંમતી ભેટ પાર્સલ છોડાવવા માટેની ફી પેટે આરોપીએ પોતાના વિવિધ બેન્ક ખાતાઓમાં કુલ રૂપિયા.5,18,600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી આર્થિક નુકસાન કરી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો.

આ પણ વાંચો : યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ

દિલ્હીથી આરોપી ઝડપાયો

જેથી સાયબર ક્રાઈમ ગોધરાના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પરમાર દ્વારા નોંધાયેલા ગુન્હાને લઇ વધુ તપાસ હાથ ધરતા ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરો તેમજ બેન્ક ખાતાની માહિતી મેળવી તપાસ કરવામાં આવી હતી.જે બાદ પોલીસે જણાવા મળ્યું કે, આરોપી દિલ્હીના રહેવાસી છે અને તે બાદ પોલીસે દિલ્હી ખાતે જઈ આરોપીઓ પૈકીના કાસીમ ખાલીક અહેમદ રાંગડાને ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે ઝડપેલા આરોપીની વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં માંગણી કરી છે. આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓમાં નદીમ ખાલીક અહેમદ રાંગડા અને રિઝવાના નદીમ ખાલીક રાંગડાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ટોકિયો ઓલિમ્પિક: 28 જુલાઇનો ભારતનો કાર્યક્રમ

નાઇઝીરિયન ગેંગ સાથે મળી કરતા હતા છેતરપિંડી

ઝડપાયેલા આરોપી તેંમજ સહ આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ નાઇઝીરિયન ગેંગ સાથે મળી પ્રથમ ભોગ બનનાર ઇસમોને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી,વોટ્સએપ ચેટ કરી તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યું છે તેમ કહી કિંમતી ભેટ મોકલવી અને એ ભેટ છોડાવવા માટે આરોપીઓ પોતાના વિવિધ ખાતાઓમાં ભોગ બનનાર પાસે નાણાં ખંખેરતા હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.