ETV Bharat / state

Panchmahal News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના મૃતક ટ્રાફિક જવાન જશવંતસિંહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, પરિવારની વ્યથા છલકી - પરિવારની વ્યથા

અમદાવાદમાં 20 જુલાઈની મોડી રાત્રિએ સર્જાયેલા ભયાનક કાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત થયાં હતાં. જેમાં પંચમહાલ જિલ્લાના સાંપા ગામના વતની ટ્રાફિક જવાન જશવંતસિંહ ચૌહાણ પણ હતાં. જશવંતસિંહના મૃતદેહના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યાં હતાં. જેમાં ગામ આખું હિબકે ચડ્યું હતું. તો પરિવારની વ્યથાનો પાર ન હતો.

Panchmahal News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના મૃતક ટ્રાફિક જવાન જશવંતસિંહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, પરિવારની વ્યથા છલકી

author img

By

Published : Jul 21, 2023, 10:26 PM IST

જશવંતસિંહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર

પંચમહાલ : અમદાવાદ ખાતે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકો પૈકીના ગોધરા તાલુકાના સાપા ગામના જસવંતસિંહ ચૌહાણ પણ હતાં. અમદાવાદના સરખેજમાં ટ્રાફિક વિભાગના કર્મચારી જસવંતસિંહ ચૌહાણના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેની કાયદાકીય કાર્યવાહી બાદ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન સાંપા, જિલ્લો પંચમહાલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.જસવંતસિંહ ચૌહાણના પુત્ર અમૂલ ચૌહાણે આરોપીઓને આકરી સજાની માગણી કરી હતી.

ટ્રાફિક જવાન જશવંતસિંહ ચૌહાણનો મૃતદેહ વતન મોકલાયો : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ગતરોજ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા ટ્રાફિક પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના વતન સાંપા ગામે અંતિમસંસ્કાર કરાયા હતાં. નાનકડા ગામમાં અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.

જે નતું થવાનું એ થઈ ગયું અમારા ઘરનો દીવો ઓલવાઈ ગયો. નિર્દોષ લોકોનો જીવ લેનારને તો ફાંસીની સજા થવી જોઈએ...મૃતક જશવંતસિંહ ચૌહાણના પુત્ર

જશવંતસિંહની અંતિમવિધિ કરવામાં આવી : અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટનાએ 9 લોકોનો ભોગ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ શામેલ હતાં. આ ઘટનાને 48 કલાક ઉપરાંતનો સમય વીત્યા બાદ હવે જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકોના મૃતદેહોને તેમના વતનમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે તમામ મૃતદેહો વતને પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતકોમાં એક ટ્રાફિક પોલીસ જશવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના સાંપા ગામના હતા. જ્યાં ભારે આક્રંદ અને હૈયાફાટ રુદન વચ્ચે જશવંતસિંહની અંતિમવિધિ કરવામાં આવી હતી.

પરિવારે આધાર ગુમાવ્યો
પરિવારે આધાર ગુમાવ્યો

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નિધન : મૂળ સાંપા ગામના વતની જશવંતસિંહ ચૌહાણ એસજી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.નિત્યક્રમ મુજબ જશવંતસિંહ પત્ની અને બાળકોને મળી ડ્યુટી પર પહોંચ્યા હતાં. જશવંતસિંહ ઇસ્કોન બ્રિજ પર ઉભા હતાં ત્યારે જ્યાં કાળ બની ને આવેલી જેગુઆર કાર ઇસ્કોન બ્રિજ પર ઉભેલા જશવંતસિંહ સહિત 11 લોકોને ભરખી ગઈ હતી.

2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી : ગમખ્વાર અકસ્માતમાં જશવંતસિંહ ચૌહાણનું પણ ફરજ પર જ મૃત્યુ થયું છે. 53 વર્ષીય જશવંતસિંહનું મૃત્યુ થતા નાના સરખા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારે એક માત્ર કમાનારનો આધાર ગુમાવ્યો છે. મૃતક જશવંતસિંહના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પત્ની રમીલાબેન તેમજ 22 વર્ષીય પુત્ર અમૂલ અને 19 વર્ષીય પુત્રી જાગૃતિ જે અમદાવાદ ખાતે રહેતા હતાં. જ્યારે જશવંતસિંહના માતાપિતા અને ભાઈ તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંપા ગામે રહેતા હતાં.

ગામ હિબકે ચઢયું : સાંપા ગામમાં જશવંતસિંહના મૃત્યુના સમાચાર મળતા જાણે ગમગીની છવાઈ ગઈ હતી. સાંપા ગામમાં જાણે માતમ છવાયો હોય તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. આજરોજ મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે જશવંતસિંહ પોલીસમાં નોકરી લાગ્યા બાદ છેલ્લા અંદાજીત 25 વર્ષ ઉપરાંતના સમયથી અમદાવાદ સ્થાયી થયેલા હતાં. સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો ફરજ બજાવ્યા બાદ છેલ્લા અંદાજીત 7 થી 8 વર્ષથી જશવંતસિંહ એસજી હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં.

જર્જરિત અને નળીયાવાળું કાચું મકાન : જશવંતસિંહ ચૌહાણની અંતિમ વિધિ બાદ તેમના ઘરે જ્યારે મીડિયાકર્મીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઘર અને પરિવારની સ્થિતિ જોતા કોઈ પણ ભાવુક થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યાં. ટ્રાફિક પોલીસ જવાન તરીકે નોકરી કરતા જશવંતસિંહનું ગામનું ઘર એકદમ જર્જરિત અને નળીયાવાળું કાચું મકાન હતું. 25 વર્ષ સુધી નોકરી કર્યા બાદ જશવંતસિંહ પોતાનું ઘર પાકું નહોતાં બનાવી શક્યા જે તેમની ઈમાનદારી અને ફરજ અને નિષ્ઠાની ચાડી ખાય છે.

નિરાધાર બન્યો પરિવાર : જશવંતસિંહે પોતે પરિવાર માટે સપના જોયા હતાં પુત્ર અને પુત્રીના લગ્ન કરવા અને વતનમાં ઘર બનાવવું આ બે મોટા સ્વપ્ન સેવ્યા હતાં. પરંતુ હવે આ તમામ સપના ચકનાચૂર થઈ ગયા હતાં.પ રિવારનો એક માત્ર કમાનાર આધાર છીનવાઈ જતા પરિવાર હવે કેવી રીતે નિર્વાહ કરશે તે પણ પ્રશ્ન પરિવારના મોભી એવા જશવંતસિંહના પિતાને કોરી ખાઈ રહ્યો છે.જશવંતસિંહના પિતા, પત્ની, બાળકો અને ગ્રામજનો આરોપી તથ્ય પટેલને ફાંસી ની સજા થાય તેવી માંગણી સાથે સરકાર પરિવરજનોને પણ યોગ્ય સહાય કરે તેવી માંગણી કરી રહ્યા છે.

  1. A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની સ્પીડની ઉપર હતી
  2. Ahmedabad Fatal Accident: ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતાની ધરપકડ
  3. Ahmedabad Fatal Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને અમદાવાદીઓનો ભારે રોષ, વૈભવી ગાડીના ચાલકો મધ્યમ વર્ગના લોકોને કચડી નાખતા હોવાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.