આ કેનાલમાં આ ત્રીજી ઘટના છે. જેને લઇ વાહનચાલકોમા ભય વ્યાપ્યો છે. પંચમહાલ જિલ્લામાં જીવાદોરી સમાન પાનમ સિચાઈ યોજના આવેલી છે. તેના થકી શહેરાઅને મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારને ખેતીમાટે સિચાઈનુ પાણી મળે છે,ત્યારે આ પાનમ યોજનાની પસાર થતી કેનાલની બાજુમા રોડ ઉપર જતો છકડો રિક્ષા એકા એક કેનાલમા ખાબકતા છકડો રીક્ષા પાણીમાં ડુબવા લાગ્યો હતો. સમય સુચકતા વાપરીને છકડા ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ગામ લોકોએ આ છકડાને પાણીની બહાર કાઢ્યો હતો.
મહત્વનુ છે કે, પહેલા આ પાનમ કેનાલમાં બે વાહન ખાબકવાના બનાવ બન્યા હતા. જેમાં એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રાત્રીના સમયે પાણીમાં ખાબકી હતી. જેમાં એક યુવાનનું મોત થયુ હતું,ત્યાર બાદ એક ટ્રેકટર થ્રેસર ટોલી સાથે ગુરૂવારે પાનમ કેનાલમાં ખાબક્યો હતો. જેમાં પણ બે ઈસમોનો બચાવ થયો હતો. આમ પાછલા દિવસોમાં ત્રીજા બનાવ ને લઈને કેનાલની બહાર આવેલા રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આ પાનમકેનાલની આજુબાજુ રેલીંગ બનાવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.