પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા ત્રિમંદિક શંકુલમાં ચિંતન અને સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવી હતી. જેમાં આમંત્રણ પત્રિકામાં કેટલીક ભુલ જોવા મળી હતી. જેમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તાજેતરમાં ભુપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય તરીકેનું પદ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેમ છતા તેઓનું નામ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને જાતિના પ્રમાણપત્ર લઈને ચાલતા વિવાદને પગલે ધારાસભ્યના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ ખાતે આયોજિત સુપોષણ ચિંતન સમારોહની આમંત્રણ પત્રિકામાં ભૂપેન્દ્ર ખાંટને અતિથિ વિશેષમાં ધારાસભ્ય તરીકે દર્શાવવામાં આવ્યાં હતા. જે ભુલ લોકો સામે આવતા આખરે તંત્રએ પોતાની ભૂલનું ભાન થયું હતું.
જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આમંત્રણ પત્રિકા પરત ખેંચી પણ આદેશ કરવામાં આવ્યા હતા. તો આ ભુલ બાદ તંત્રએ થયેલી ભૂલનો સ્વીકાર કર્યો હતો. કાર્યક્રમ નક્કી થતા પહેલા જ આમંત્રિત મહેમાનોના નામની ચકાસણી કરવામાં આવતી હોય છતાં પણ છબરડો બહાર આવ્યો હતો.