ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં કોરોનાનો એકપણ દર્દી હજી સ્વસ્થ થયો નથી - corona effect in village india

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને અમદાવાદ સહિત મહાનગરોમાં તંત્ર વધુ સાબદુ છે. પરંતુ છેવાડાના જિલ્લાઓમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધાર જોવા મળ્યો નથી. મધ્ય-પ્રદેશ પાસે આવેલા પંચમહાલ જિલ્લામાં હજી સુધી કોરોનાનો એકપણ દર્દી સાજો થયો નથી.

પંચમહાલ જિલ્લામાં હજી સુધી કોરોનાનો એકપણ દર્દી સ્વસ્થ થયો નથી

author img

By

Published : Apr 28, 2020, 2:29 PM IST

પંચમહાલઃ જિલ્લામાં લગભગ બે સપ્તાહ પહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને પાંચ થઈ હતી. જોકે બે સપ્તાહ જેટલો સમય વીતી ગયા છતાં, હાલ એક પણ દર્દી પંચમહાલ જિલ્લામાંથી સાજો થયો નથી. વળી આ સમયગાળા દરમિયાન કુલ બે દર્દીઓના મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યના 4 મહાનગરવાળા જિલ્લાને બાદ કરતાં ભરૂચ, પાટણ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ કોરોના દર્દીઓના સાજા થવાની સંખ્યા વધારે છે. જોકે પંચમહાલમાં 27મી એપ્રિલના આંકડા પ્રમાણે કુલ 20 કેસ નોંધાયા છે. પરંતુ હજી સુધી એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી.

નોંધનીય છે કે, પંચમહાલ જિલ્લામાં સૌથી પહેલો કેસ આ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન નોંધાયો હતો. જોકે ત્યારબાદ એક દર્દીનું મોત પણ નીપજ્યું હતું. રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓમાં કેસ મોડા નોંધાયા હોવાથી સાજા થવાનો આંકડા હજી શૂન્ય છે.

રાજ્યમાં પાછલા બે સપ્તાહમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં 5.45 ગુણા વધી છે. 14મી એપ્રિલના રોજ ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 650 હતી. જે આજે વધીને 3,548 પર પહોંચી છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધું 2,378 કેસ પોઝીટીવ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.