પંચમહાલઃ ગોધરાના ધાત્રિણા ગામમાં એક આરોપી પોતાના જ પરિવાર પર કુહાડીથી હુમલો કરી ફરાર થયો હતો. એટલું જ નહીં પણ આરોપીએ 2 વર્ષની બાળકીને પણ કૂવામાં ડૂબાડી હત્યા કરી હોવાની (Murder in Godhra) ઘટના સામે આવી છે. જોકે, આ મામલે ગોધરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો- Girl Murder in Vadodara: વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા પ્રેમીએ જ કરી હતી, ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ
પત્ની પર પણ કુહાડીથી હુમલો - આ અંગે મળતી માહિતી અનુસાર, ધાણીત્રામાં રહેતા આરોપી પર્વતસિંહ પરમારની પત્ની સવિતાબેન 3 દિવસ પછી ઘરે આવતા આરોપી ઉશ્કેરાયો હતો, ત્યારબાદ આરોપીએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન આરોપીએ કુહાડીથી સવિતાબેનના માથા પર પણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો- Crime in Vadodara: 19 વર્ષની યુવતીની તેના જ પ્રેમીએ કરી હત્યા
પૂત્રીને પણ કૂવામાં નાખી દીધી- આરોપી આટલેથી જ ન રોકાતા તેણે પોતાની 2 વર્ષની પૂત્રી કાજલને પણ ઘરની પાછળ આવેલા કૂવામાં ફેંકી દીધી હતી. બાળકીને કૂવામાં ડૂબાડી તેની હત્યા કરી તે ભાગી ગયો હતો. તો આ અંગે આરોપીની પત્ની સવિતાબેને આરોપી પર્વતસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો (Complaint to Godhra taluka police) નોંધ્યો હતો.