ETV Bharat / state

પંચમહાલના દુકાનદારે ઈમાનદારીપૂર્વક માલીકને પાકીટ કર્યું પરત

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર પાસેથી પસાર થતા એક દંપતીનું પાકીટ પડી જતા, એક દુકાનદારને મળ્યું હતું. આ દુકાનદારે વોટ્સએપ ગૃપમાં પાકીટ મળ્યાનો મેસેજ ફેરવતા આ પાકીટમાં 45,000 રૂપિયાનું સોનાનું લોકેટ અને રોકડ રકમ હતી.

author img

By

Published : May 7, 2019, 9:10 PM IST

સ્પોટ ફોટો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જાલમબારીયાના મુવાડા ગામના દશરથભાઇ પોતાના પત્ની સાથે એક પ્રસંગમાંથી વાઘજીપુર ચોકડી પાસેથી પરત ફરતા હતા, તે સમયે દશરથભાઇએ તેની સાળીની દીકરીને હાથમાં પાકીટ પકડવા આપ્યું હતું, જેમાં 45,000 રૂપિયા, સોનાનું લોકેટ અને રોકડ રકમ હતી, પરંતુ તેના હાથમાંથી પાકીટ પડી ગયું હતું અને પાદરડી ચોકડી પાસે દશરથભાઇની દીકરી પાસે પાકીટ ન દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

ત્યારબાદ બાઈક પાછું ફેરવીને વાઘજીપુર ચોકડી સુધી તપાસ હાથ ધરી હતી. તેમને એક વોટ્સએપ ગૃપમાં મેસેજ મળ્યો કે, વાઘજીપુર ચોકડી પાસેના રાધેશ્યામ મોબાઈલ શોપના દુકાનદારને પાકીટ મળ્યું છે. આ મેસેજ દુકાનદારે જ વોટ્સએપ ગૃપમાં ફેરવ્યો હતો. જેથી દશરથભાઈ મોબાઈલ શોપ પર પહોંચ્યા હતા અને મોબાઈલ શોપના માલિક કલ્યાણ પટેલે પાકીટ દશરથભાઈને ઈમાનદારીપૂર્વક પરત કર્યું હતું.

મોબાઇલશોપના દૂકાનદારે ૪૫,૦૦૦રુપિયાનુ સોનાનુ લોકીટ અને રોકડ રકમ મુળ માલિકને કરી પંચમહાલ, પંચમહાલના શહેરા તાલુકાના વાઘજીપુર પાસેથી પસાર થતા એક દંપતી પાસે રહેલુ પાકીટ પડી જતા એક દુકાનદારને મળતા વોટસએપ ગ્રુપોમાં પાકીટ મળ્યાનો મેસેજ ફેરવતા દંપતીને પાકીટ મળી જતા હાશકારો અનુભવ્યો હતો.આ પાકીટમાં ૪૫,૦૦૦ રુપિયાનુ સોનાનુ લોકીટ અને રોકડ રકમ હતી.વાઘજીપુરના મોબાઈલ શોપના દુકાનદારે કલ્યાણ સિંહ પટેલે પોતાની ઇમાનદારી નુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જાલમબારીયાના મુવાડા ગામના દસરથભાઇ પોતાના પત્ની સાથે એક પ્રસંગમાથી પરત વાઘજીપુર ચોકડી પાસેથી પરત ફરતા હતા.તે સમયે દરસથભાઇના સાળીની દીકરીને હાથમા પકડવા આપ્યુ હતુ. જેમા સોનાનુ લોકીટ અને રોકડ રકમ હતીપણ તેના હાથમાંથી પાકીટ પડી ગયુ હતુ.પાદરડી ચોકડી પાસે દસરથભાઇને પાકીટ ન દેખાતા તેઓ ચોકી ઉઠ્યા હતા. અને પાછી બાઈક ફેરવીને વાઘજીપુર ચોકડી સુધી તપાસ હાથ ધરી હતી. તેમના એક વોટસએપ ગ્રૂપમાં મેસેજ દેખાયો. વાઘજીપુર ચોકડી પાસેના રાધેશ્યામ મોબાઇલ શોપના દુકાનદારને પાકીટ મળ્યુ છે. આ મેસેજ એ મોબાઇલ શોપના દુકાનદારએ વોટસએપ ગ્રુપમાં ફેરવ્યો હતો.આથી દસરથભાઈ મોબાઈલ શોપ પર પહોચ્યા હતા.મોબાઇલ શોપના માલિક કલ્યાણ પટેલે આ પાકીટ દસરથભાઇને ઇમાનદારી પુર્વક પરત કર્યુ હતુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.