ETV Bharat / state

ડેરોલ ગામમાં પારંપરિક માટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું

પંચમહાલ: સમગ્ર રાજ્યમાં નવરાત્રી નવ દિવસ બાદ ગરબા બંધ થઇ જતા હોય છે. પરંતુ, પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં પારંપરિક માટલી ગરબા દશેરાના દિવસે યોજાય છે. વિદેશીઓ પણ ડેરોલ ગમમાં આવીને ગરબા ઘૂમે છે.

માટલા ગરબા
author img

By

Published : Oct 9, 2019, 9:14 PM IST

પંચમહાલના ડેરોલ ગામમાં વર્ષોથી પારંપરિક રીતે માટલી ગરબા યોજાય છે. ઘણા વર્ષોથી યોજાતા આ ગરબાની વિશેષતા એ છે કે, તે દશેરાની રાત્રીએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગામમાં આવેલ દુર્ગા માતાજીના મંદિરે માનેલી માનતા પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ માતાજીને 11થી લઈને 101 જેટલા ગરબા ચડાવતા હોય છે.

ડેરોલ ગામમાં પારંપરિક માટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું

મહિલાઓ અને પુરુષો પરંપરા મુજબ માથે માટલી મુકીને ગરબે ઘૂમે છે, અહીં ગરબાની સાથે સાથે આદ્યશક્તિ માઁ અંબામાં રહેલી ભક્તોની આસ્થાના દર્શન થાય છે. શણગારેલી માટલી માથે મૂકી સ્ત્રીઓ ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના કરી રહીં છે. તેઓને ગૌરવ છે કે, ડેરોલ ગામે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે. અહીં આસ-પાસના ઘણા ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરે મુકેલ માતાજીનો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે ગરબાને માથે મૂકી ગરબે ઘૂમે છે.

જે માઈ ભક્ત પોતે કોઈ માનતા માનવા માગતા હોઈ તે, અને જેની માનતા પૂર્ણ થઇ હોય તે પણ માથે ગરબો (માટલી) મૂકી ગરબે ઘૂમે છે. આ વખતે ડેરોલના પ્રખ્યાત દશેરાના માટલી ગરબાથી વિદેશી મહેમાનો પણ આકર્ષિત થયાં છે. મલાવ યોગ યુનિવર્સીટીની મુલકાતે આવેલા વિદેશી મહેમાનો પણ માટલી ગરબે રમવાનું ચૂક્યા નથી.

ડેરોલ ગામના પ્રખ્યાત માટલી ગરબાની થીમને દર વર્ષે વિભિન્ન ફૂલોથી શણગારી બનાવવામાં આવે છે. આ વખતે થીમ તરીકે ચંદ્રયાન-2 અને કલમ 370 તથા 35Aની રંગોળી પૂરવામાં આવી હતી. આ રંગોળી ગરબે ઘૂમવા આવનાર તમામ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Intro:

સમગ્ર રાજ્ય માં નવ દિવસ બાદ શક્તિ આરાધના નું પર્વ એટલે કે નવરાત્રી પૂર્ણ થતા જ મોટાભાગે સમગ્ર રાજ્ય માં ગરબા બંધ થઇ જતા હોય છે ત્યારે પંચમહાલ ના કાલોલ તાલુકા ના ડેરોલ ગામ ના પારંપરિક માટલી ગરબા દશેરા ના દિવસે યોજાય છે.દેરોલ ના માટલી ગરબા એટલા પ્રખ્યાત છે કે આ વખતે તો વિદેશી ઓ પણ ડેરોલ ગામ માં માથે માટલી ગરબો લઇ ગરબે ગુમ્યા

પંચમહાલના ડેરોલ ગામના માટલી ગરબા વર્ષો થી પારંપરિક રીતે યોજાય છે,ઘણા વર્ષો થી યોજાતા આ ગરબા ની વિશેષતા એ છે કે તે દશેરા ની રાત્રી એ યોજવા માં આવે છે.ગામ માં આવેલ દુર્ગા માતાજી ના મંદિરે માનતા માની પોતાની માનતા પુરી થતા શ્રદ્ધાળુઓ 11 થી લઈ 101 જેટલા ગરબા માતાજી ના સ્થાનકે ચડાવતા હોય છે.આ ગરબા ની વિશેષતા એ પણ છે કે સ્થાનકે ગરબો મુકતા પહેલા માનતા રાખનાર પોતે સ્વજનો સાથે માથે માટલી ગરબો મૂકી ગરબે ઘૂમે છે.જ્યાં મહિલાઓ અને પુરુષો પરપરા મુજબ માથે માટલી મુકીને ગરબે ગુમેં છે, અહીં ગરબાની સાથે સાથે આદ્યશક્તિ માં અંબામાં રહેલી ભક્તોની આસ્થાના દર્શન થાય છે . શણગારેલી માટલી માથે મૂકી સ્ત્રીઓ ગરબે ઘૂમી માં અંબાની આરાધના કરી રહી છે.ત્યારે તેઓને ગૌરવ તો એ છે કે તેઓએ આજે પણ ભારતીય સંસ્કૃતિ,પરમ્પરાને જાળવી રાખી છે. અહીં આજુબાજુના ઘણા ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરે મુકેલ માતાજી નો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે માથે મૂકી ગરબે ઘૂમે છે . જે માઈ ભક્ત પોતે કોઈ માનતા માંગવા માંગતા હોઈ તે અને જેની માનતા પૂર્ણ થઇ હોય તે પણ માથે ગરબો (માટલી) મૂકી ગરબે ઘૂમે છે .આ વખતે તો ડેરોલ ના પ્રખ્યાત દશેરા ના માટલી ગરબા એ તો વિદેશી ઓ ને પણ આકર્ષિત કર્યા છે.મલાવ યોગ યુનિવર્સીટી ની મુલકાતે આવેલા વિદેશીઓ ના એક ગ્રુપે ડેરોલ ગામે દશેરા નિમિતે માટલી ગરબો માથે લઇ ગરબે ગુમ્યા હતા

બાઈટ જિગીષા પટેલ,અમદાવાદ થી ગરબા રમવા આવેલ મહિલા

ડેરોલ ગામ ના પ્રખ્યાત દશેરા ના માટલી ગરબા માં દર વખતે અલગ અલગ થીમ ને ફૂલો થી શણગારી બનાવવા માં આવે છે.આ વખતે પણ સમગ્ર વર્ષ દરમ્યાન સૌથી વધુ ચર્ચા માં રહેલા ચંદ્રયાન-2 અને કલમ 370 અને 35A ની થીમ પર ફૂલો થી ભારત દેશ ના નકશા સાથે ની રંગોળી પૂરવા માં આવી હતી.અતિ સુંદર લાગતી આ રંગોળી એ ગરબે ઘૂમવા આવનાર તમામ ભક્તો ને આકર્ષિત કર્યા છે.

બાઈટ : : પાર્થ પટેલ,સ્થાનિક ગ્રામજન

આજે જયારે નવરાત્રી ના ગરબા એ બિઝનેશ બની ચુક્યા છે ભક્તિ ભુલાઈ ને ડાન્સ ફેસ્ટિવલ થઇ ગયો છે ત્યારે ડેરોલ ગામ ના પારંપરિક ગરબા સમાજ ને સાચું અને સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
Body:એપ્રુવ ધવલ ભાઈ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.