પંચમહાલઃ જીમીરા રિસોર્ટ જુગારધામ પ્રકરણમાં ખેડા જિલ્લાના (Jimira Resort Gambling Case )માતરના ધારાસભ્ય કેસરિસિંહ સોલંકી(Matar MLA Kesrisinh Convicted) સહિત 26 દોષિત જાહેર કરાયા છે. હાલોલ એડી ચીજ જ્યુડિશિયલ કોર્ટે સજાનો ચુકાદો આપ્યો છે. ગત વર્ષે 1 જુલાઈ રાત્રે જિલ્લા એલસીબી પોલીસે સિવરાજપુર જીમીરાં રિશોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કસીનો (Matar Jimira Resort)જુગરધામ પર છાપો મારી 26 જુગારીયાઓને ઝડપી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ Gambling Den: ડિલિવરી બોય બની ત્રાટકેલી પોલીસે 150થી વધુ જુગારીઓને ઝડપ્યા
ધારાસભ્ય દોષિત જાહેર કરાયા - આ ઝડપાયેલા 26 જુગારીયાઓમા પોલીસે ખેડા(MLA convicted in Gambling) જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો સમાવેશ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. આ ઉપરાંત 4 વિદેશી મહિલાઓ સહિત 7 મહિલા સહિત 26ની પોલીસે રાતોરાત ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા, 25 મોબાઈલ, લેપટોપ 8, લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વિવાદો અને ચર્ચામા રહેલા ધારાસભ્ય - જીમીરાં રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ચુકાદામાં સજા પામેલ 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજાર રહ્યા હતા. જોકે આ સજામાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનુ નામ પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે ખેડા જિલ્લામાં સતત વિવાદો અને ચર્ચામા રહેલા આ ધારાસભ્ય એ જે તે સમયે એવો બચાવ કર્યો હતો કે તે પાવાગઢથી પરત આવતા માત્ર હોટલમાં રોકાણ કરવા જ રોકાયા હતા.