આ ગ્રામસભામાં રસ્તા, પાણી, આવાસયોજના અને નવીન આંગણવાડીનું મકાન બનાવવા સહિતના પ્રશ્નો ગ્રામજનોએ રજૂ કર્યા હતા. જ્યારે ગામના જાગૃત નાગરિકોએ લાગતા વળગતાઓને જ વિવિધ યોજનાઓનો લાભ મળતો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સાથે જ ગામમાં સોલંકી ફળીયા, ગુથલી ફળિયા, કબોપા ફળિયુ, તલાર ફળિયુ, જેસોલા ફળિયા વચ્ચેની નવીન એક આંગણવાડી પાછલા ત્રણ વર્ષથી રજુઆત કરવા છતા બની નથી. તે નવીન આંગણવાડીનું મકાન બને તે માટે જાગૃત નાગરિકોએ રજુઆત કરી હતી. તલાટી પ્રવિણ બારીયાએ 85 જેટલા શૌચાલયો બારીયા ફળિયા સહીતના અન્ય વિસ્તાર માટે મંજુર કરવામાં આવ્યા છે. સાથે 15 આવાસ પણ ફાળવવામાં આવવાની સાથે ગામની જે સમસ્યા છે તેનુ નિરાકરણ આવશે. લાભી ગામની ગ્રામસભામાં જે 50 જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગ્રામસભા પુર્ણ થઈ હતી.