ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગંબર સાહેબના ચાર ખલીફા હતા. જેમાં આજરોજ ઈસ્લામના ચોખા લીફઆ હઝરત મૌલા અલીની યાદમાં નગના મુખ્ય માર્ગ ઉપર ઝુલુસ નીકળ્યું હતું. હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર એવો રમઝાન માસ ચાલી રહ્યો છે.
ત્યારે મહોમંદ પયગંબર સાહેબના ચાર ખલીફા પૈકીના હઝરત મૌલાઅલીની યાદમાં હાલોલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે. તે પ્રમાણે આ વર્ષે પણ નીકળ્યું હતુ. જે હાલોલના મુખ્ય નગરમાં કરબલા ચોકથી બાદશાહ બાવાની દરહાહ થઈ હાલોલના મુખ્ય માર્ગો પર ફરીને અમીરે મિલ્લત ચોક ખાતે પહોંચ્યું હતુ. અહીં પહોંચ્યા બાદ સલામ અને દુવા કરવામાં આવી હતી.