- પંચમહાલ જિલ્લામાં બે નગરપાલિકા ચૂંટણી યોજાશે
- શહેરા અને ગોધરા નગર પાલિકામાં ચૂંટણી યોજાશે
- ઉમેદવારો લઘુમતિ વિસ્તારના
પંચમહાલ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં ભાજપ, કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી તેમજ AIMIMએ પણ પોતાના ઉમેદવારો પંચમહાલ જિલ્લામાં ઉતાર્યા છે.
બે નગરપાલિકા ચૂંટણી યોજાશે
- ગોધરા નગરપાલિકાના 11 વોર્ડમાં 44 સભ્યો માટે ચૂંટણી યોજાશે.
વર્ષ 2015ની વાત કરવામાં આવે તો ભાજપને 19 બેઠકો, કોંગ્રેસને એક બેઠક અને અપક્ષને 24 બેઠકો મળી હતી જેને લીધે અપક્ષનો દબદબો રહ્યો હતો અને અઢી વર્ષના પ્રથમ તબકકામાં અપક્ષની બોડી બની હતી. જે બાદ 2017માં બીજા તબક્કા દરમિયાન અપક્ષના આઠ સભ્યોએ ભાજપને સમર્થન કર્યુ હતું અને જેમાંથી ચાર સભ્યો ભાજપ સાથે જોડાયા હતા.
- શહેરા નગરપાલિકાના 06 વોર્ડમાં 24 સભ્યો માટે ચૂંટણી યોજાશે.
વર્ષ 2015ની વાત કરવામાં આવે તો ભાજપને 21 બેઠકો અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી જેને લીધે ભાજપનો દબદબો રહ્યો હતો.
આમ આદમી પાર્ટી 7 વૉર્ડમાં ચૂંટણી લડી રહી છે
આ વખતે AIMIM ફક્ત ગોધરા નગરપાલિકામાં પોતાના 8 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. બાકી કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કોઈ ઉમેદવારી નોંધાવી નથી. ગોધરા નગરપાલિકામાં ઉમેદવારી કરી રહેલા તમામ ઉમેદવારો ગોધરાના લઘુમતી વિસ્તારના છે. આ વખતે આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો કુલ 47 ઉમેદવારોને નગરપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતમાં મેદાને ઉતાર્યા છે.
જેમાં ગોધરા નગરપાલિકામાં આમ આદમી પાર્ટી 7 વૉર્ડમાં ચૂંટણી લડી રહી છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતર્યા
28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગોધરામાં 3 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત, કલોલમાં 2 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત, હાલોલમાં 1 જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયત,ઘોઘમ્બામાં 3 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત, મોરવા હડફમાં 1 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત અને જાંબુઘોડામાં 1 જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયત પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી શહેરા તાલુકાને છોડીને તમામ તાલુકામાં પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.