ETV Bharat / state

પ્રતાપપુરામાં પત્નીના વિયોગમાં પતિએ કરી આત્મહત્યા

હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામના સરપંચના યુવાન દીકરાએ પોતાની પત્ની પિયર ચાલી ગઇ હોવાથી, તેને લેવા જતાં પત્ની પતિના ઘરે આવવાની ના પાડી દેતા પતિને લાગી આવતા પોતાના ઘરમાં જ ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. હાલોલ પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ તપાસ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતાપપુરામાં પત્નીના વિયોગમાં પતિએ કરી આત્મહત્યા
પ્રતાપપુરામાં પત્નીના વિયોગમાં પતિએ કરી આત્મહત્યા
author img

By

Published : May 25, 2020, 8:36 PM IST

પંચમહાલઃ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સુનિલભાઈ વિનોદભાઈ નાયક (ઉ.30) રહે. પ્રતાપપુરા (બિલિયાપુરા) તા.હાલોલની પત્ની ગંગાબેન સાથે અંદાજીત પંદર દિવસ પહેલા બોલાચાલી થતા તેની પત્ની રીસાઇને પોતાના પિયર ચાલી ગઇ હતી.

પ્રતાપપુરામાં પત્નીના વિયોગમાં પતિએ કરી આત્મહત્યા

સુનિલ દ્વારા ગત બે -ત્રણ દિવસ પહેલા પત્નીને પિયરમાંથી પાછી લાવવા ગયેલા પરંતુ પત્ની આવી ન હતી અને તે પોતે માતા-પિતાથી અલગ સંસારમાં રહેતો હોવાથી એકલતાનો લાભ લઇ આજે વહેલી સવારે પત્ની ઘરે ન આવતા મનમાં લાગી આવતા પોતે ઘરમાં જ સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ. આ સમગ્ર બનાવની જાણ હાલોલ રૂરલ પોલીસને થતા પોલીસ દ્વારા સ્થળ તાપસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નાનકડા ગામના સરપંચના દીકરાએ ગળેટુંપો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.