હાલોલ નગરમાં વરસાદના પગલે પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગીરી પણ ખુલ્લી પડી છે. તો બીજી તરફ નદીના પાણીમાં વધારો થતાં લોકો ચિંતામાં મૂકાયાં છે. જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના છેવાડેથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે.
પાનમ નદીનું પાણી મહિસાગર નદીમાં ઠલવાતા કડાણા ડેમનું પાણી છોડવાથી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. શહેરા અને ગોધરા તાલુકાના કેટલાંક ગામો મહીસાગર નદીને કિનારે આવેલા છે. જેથી તંત્ર દ્વારા આ બંને તાલુકાને સતર્કતા જાળવવાની સૂચના આપી છે.
આંકડકીય માહિતી અનુસાર જિલ્લાનાં શહેરા 45mm, ગોધરા 78mm મોરવા, હડફ 78mm, હાલોલ 34mm, કાલોલ 34m, જાંબુઘોડા 40mm અને ઘોંઘબા 33mm વરસાદ નોંધાયો હતો. જેથી સ્થાનિક તંત્ર પણ વરસાદી કામગીરીને લઈ સતર્કતા જાળવેે તેવી લોકમાગ પ્રબળ બની છે.