ત્યારે લોકોએ કાળઝાળ ગરમીના કારણે ઘરમાથી બહાર નીકળવાનુ ટાળ્યુ હતુ.પંચમહાલ જિલ્લામાં તાપમાનનો પારો 44 ડીગ્રી પહોચ્યુ હતુ. પંચમહાલ જિલ્લામાં આજે હીટવેવની અસર જોવા મળી રહી હતી અને બપોરથીજ જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો માહોલનો અનુભવ પંચમહાલના જીલ્લાવાસીઓને થતો હતો.
જીલ્લામાંથી પસાર થતો હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પણ સુમસામ જોવા મળતો હતો. ભારે ગરમીની અસરના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનુ ટાળી દીધુ હતુ. અને AC અને પંખામા રહેવાનુ મૂનાસીબ માન્યૂ હતુ. તેમજ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો આસરો લીધો હતો.