આગ વરસાવતી ગરમીમાં પણ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જુસ્સો બતાવી મતદાન કરી રહ્યા છે, ત્યારે મતદાન કરવું એ આપડી ફરજ છે એમ સમજીને એક દિવ્યાંગ યુવાન ધ્રુવ પરીખે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે ગોધરા ખાતે મતદાન મથક પર આવીને મતદાન કર્યું હતું.
જો કે 22 વર્ષીય યુવાન દિવ્યાંગ હોવાના કારણે તેના પિતાએ પણ તેને પ્રોત્સાહન આપતા તેને ઉંચકીને મતદાન મથક સુધી લઈ આવ્યા હતા. મહત્વનું છે આ દિવ્યાંગ ધ્રૂવ પરીખે અન્ય યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.