ETV Bharat / state

હાઇકોર્ટે ભૂપેન્દ્રસિંહ ખાંટના જાતિ પ્રમાણપત્ર મામલે ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની અરજી ફગાવી - panchmahal

પંચમહાલ: જિલ્લાના મોરવાહડફથી અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટના જાતિના સર્ટિફિકેટ મામલે આદિજાતિ કમિશ્નરના નિર્ણયને પડકારતી અરજીમાં ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની માંગને સોમવારે જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.

Gujarat
author img

By

Published : Apr 1, 2019, 4:39 PM IST

Updated : Apr 1, 2019, 9:20 PM IST

તો આ મામલે ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની ભૂપેન્દ્રસિંહ ખાંટની માંગ હાઇકોર્ટે ફગાવી દેતા ઇલેક્શન કમિશન હવે મોરવાહડફ બેઠક સંદર્ભે પોતાના અભિપ્રાય આપી શકે તેમ છે. જો ઈચ્છે તો ખાંટને ગેરલાયક ગણાવી બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે.

ત્યારે સમગ્ર મામાલનો મૂળ મુદ્દો એટલે કે ખાંટના ખોટા આદિજાતિના સર્ટિફિકેટ મામલે આગામી 3જી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ખાંટનો બચાવ કરતા કહ્યું હતુ કે, સરકારને સમર્થન ન કરતા હોવાથી રાજ્ય સરકાર હેરાનગતિ કરી રહી છે. ભૂપેન્દ્રસિંહ ખાંટના સર્ટિફિકેટને 14 સભ્યોની સમિતિ દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું.

તો આ મામલે 29મી જૂનના રોજ હાઇકોર્ટની સિંગલ જજ જસ્ટિસ બેલા ત્રિવેદીએ ભૂપેન્દ્રસિંહ ખાંટના આદિજાતિના સર્ટિફિકેટને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. ત્યારે જસ્ટિસ બેલા ત્રિવેદીએ આદિજાતિ વિકાસ પંચના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. જ્યારબાદ આ ચુકાદાને ચીફ જસ્ટિસની ડબલ બેન્ચમાં પડકારવામાં આવી હતી. જેમાં ખાંટ તરફથી ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની માંગને આજે હાઇકોર્ટે ફગાવી દીધી છે.

જો કે જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ મામલે અગાઉ આપેલા ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, ભુપેન્દ્રસિંહના પિતા આદિજાતિ સમુદાય સાથે સંકળાયેલા ન હોવા છતાં અરજદારે હિન્દૂ ભીલનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. તો આ મામલે સ્ક્રુટીની કમિટી દ્વારા ભૂપેન્દ્રસિંહ ખાંટનો જાતિનો પ્રમાણપત્ર રદ કર્યો છે. જે યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

આ મામલે ખાંટે જણાવ્યું કે, તેના પિતા બિન આદિજાતિ સમુદાય સાથે સંકળાયેલા છે. જ્યારે માતા આદિજાતિ સમુદાયથી સંકળાયેલા હોવાથી તેમનો જાતિનો પ્રમાણપત્ર યોગ્ય છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ આદિજાતિ માટે સમુદાયઆરક્ષિત બેઠક મોરવાહડફથી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેઓ વિક્રમસિંહ ડિંડોર સામે 4,366 મતથી ચૂંટણી જીત્યા હતા.

Intro:પંચમહાલ જિલલ્લાનાં મોરવાહડફથી અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટના જાતિના સર્ટિફિકેટ મામલે આદિજાતિ કમિશનરના નિર્ણયને પડકારતી અરજીમાં ચૂંટણી પંચને પક્ષકાર બનવવાની માંગને સોમવારે જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે...

Body:ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની ભુપેન્દ્રસિંહ ખાંટની માંગ હાઇકોર્ટે ફગાવી દેતા ઇલેક્શન કમિશન હવે મોરવાહડફ બેઠક અંગે પોતાના અભિપ્રાય આપી શકે છે અને જો ઈચ્છે તો ખાંટને ગેરલાયક ગણી સીટ પર પેટા-ચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે....

આ સમગ્ર મામાલનો મૂળ મુદ્દો એટલે કે ખાંટના ખોટા આદિજાતિના સર્ટિફિકેટ મામલે આગામી 3જી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે..

આ મામલે કોંગ્રેસના દિગગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ખાંટનો બચાવ કરતા કહ્યું કે સરકારને સમર્થન ન કરતા હોવાથી રાજ્ય સરકાર હેરાનગતિ કરી રહી છે. ભુપેન્દ્રસિંહ ખાંટના સર્ટિફિકેટને 14 સભ્યોની સમિતિ દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું .

ગત 29મી જૂનના રોજ હાઇકોર્ટની સિંગલ જજ જસ્ટિસ બેલા ત્રિવેદીએ ભુપેન્દ્રસિંહ ખાંટના આદિજાતિના સર્ટિફિકેટને ગેરકાયદેસર જાહેર કર્યો હતો...જસ્ટિસ બેલા ત્રિવેદીએ આદિજાતિ વિકાસ પંચના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો..જયરબાદ આ ચુકાદાને ચીફ જસ્ટિસની ડબલ બેન્ચમાં પડકારવામાં આવી હતી જેમાં ખાંટ તરફથી ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની માંગને આજે હાઇકોર્ટે ફગાવી દીધી છે....

Conclusion:જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ મામલે અગાઉ આપેલા ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે ભુપેન્દ્રસિંહના પિતા આદિજાતિ સમુદાય સાથે સંકળાયેલા ન હોવા છતાં અરજદારે હિન્દૂ ભીલનું પ્રમાણપત્ર મેળવ્યું હતું..સ્ક્રુટીની કમિટી દ્વારા ભુપેન્દ્રસિંહ ખાંટનો જાતિનો પ્રમાણપત્ર રદ કર્યો છે એ યોગ્ય હોવાનું જણાવ્યું હતું...

ખાંટે જણાવ્યું કે તેના પિતા બિન આદિજાતિ સમુદાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા આદિજાતિ સમુદાયથી સંકળાયેલા હોવાથી તેમનો જાતિનો પ્રમાણપત્ર યોગ્ય છે...

ભુપેન્દ્રસિંહ ખાંટ આદિજાતિ માટે સમુદાય માટે આરક્ષિત બેઠક મોરવાહડફથી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા જ્યાં તેઓ વિક્રમસિંહ ડિંડોર સામે 4366 મતથી ચૂંટણી જીત્યા હતા...
Last Updated : Apr 1, 2019, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.