ETV Bharat / state

ગોવિંદ ગુરૂ યુનિ.ના બીજા યુવક મહોત્સવનો શિક્ષણપ્રધાને કરાવ્યો શુભારંભ

author img

By

Published : Sep 14, 2019, 6:10 PM IST

ગોધરાઃ હાલ સમગ્ર શાળા-કોલેજોમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જનમાષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ વિદ્યાર્થીઓ નવરાત્રીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે શાળા-કોલેજો અને યુનિવર્સિટીમાં પણ વિવિધ કલ્ચરલ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવે છે. મધ્ય અને પૂર્વ ગુજરાતની નવિન સ્થપાયેલી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં બીજો યુવક મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ યુનિવર્સિટીની સ્થાપનાનું આ ત્રીજું વર્ષ છે અને આ યુવક મહોત્સવ બીજી વાર 'સ્પંદન 2019'ના નામે યોજાઇ છે. જેમાં 142 જેટલી કોલેજ ધરાવતી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની 60 જેટલી કોલેજના 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ યુવક મહોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. અહીં મહત્વનું છે કે, આ યુવા મહોત્સવનો શુભારંભ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો.

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં બીજો યુવક મહોત્સવ યોજાયો

આ યુવક મહોત્સવમાં અલગ-અલગ 28 જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં 60 જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં સાહિત્ય અને આધુનિકતાનો સમન્વય કરતી પ્રવૃતિઓ તેમજ ગીત સ્પર્ધા, સમુહ ગાન, ગઝલ, દુહા, છંદ જેવી લોકગીત સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નૃત્ય કલાકારીમાં પણ વિદ્યાર્થીઓએ પોતાની આવડત બતાવી હતી. ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. યુવક મહોત્સવમાં અન્ય ઇવેન્ટમાં વકૃતત્વ સ્પર્ધા, માટી કલાકૃતિ જેવી ઓફબીટ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ હાથ અજમાવ્યો હતો.

Intro:મધ્ય અને પૂર્વ ગુજરાત ની નવીન સ્થપાયેલ ગોવિંદ ગુરુ યુનિવર્સીટી માં બીજો યુવક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.જેમાં 142 જેટલી કોલેજ ધરાવતી ગોવિદ ગુરુ યુનિવર્સીટી ની 60 જેટલી કોલેજ ના 1000 જેટલા વિદ્યાર્થીઓ એ આ યુવક મહોત્સવ માં ભાગ લીધો છે જેનો શુભારંભ રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ કરાવ્યો હતો.

    આ યુવક મહોત્સવ માં અલગ અલગ એવી 28 જેટલી સ્પર્ધાઓમાં કોલેજીયનો એ ભાગ લીધો છે જેમાં સાહિત્ય ,અને આધુનિકતા નો સમન્વય કરતી પ્રસ્તુતિઓ તેમજ સમૂહ ગાન, ગઝલ,દુહા ,છન્દ જેવી,લોક
નૃત્ય કલાકારી માં પોતાની આવડત વિદ્યાર્થીઓ એ બતાવી હતી વધુ માં અન્ય ઇવેન્ટ માં વક્તૃત્વ સ્પર્ધા માટી માં કલાકૃતિ જેવી ઓફબીટ કલાકારી માં પણ સ્પર્ધકો એ હાથ અજમાવ્યો હતો.ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતા લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.

    ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ની સ્થાપના નું આ ત્રીજું વર્ષ છે અને આ યુવક મહોત્સવ બીજી વાર  "સ્પંદન 2019 " ના નામે યોજાઈ રહ્યો છે.

 બાઈટ -  મકવાણા મીના ,સ્પર્ધક ,યુવક મહોત્સવ --ગોધરા

બાઈટ- કિંજલ બેન સ્પર્ધક ,યુવક મહોત્સવ --ગોધરા 

 બાઈટ- પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ

 કુલપતિ ,ગોવિદ ગુરુ યુનિવર્સીટી -ગોધરા Body:એપ્રુવ ડેસ્ક Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.