- 19 વર્ષ અગાઉ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનનાં ડબ્બામાં આગ લગાવવામાં આવી હતી
- પોલીસે અત્યાર સુધીમાં મોટાભાગનાં આરોપીઓને પકડી પાડ્યા
- હાલમાં પકડાયેલો આરોપી પોતાના ઘરેથી ઝડપાયો
ગોધરા: 2002માં ગોધરા શહેરનાં સિગ્નલ ફળિયા પાસે સાબરમતી એકસપ્રેસ ટ્રેન હત્યાકાંડ સર્જાયો હતો. જેમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સમયાંતરે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમ છત્તા આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસને ચકમો આપીને નાસતા ફરતા હતા. ત્યારે ગોધરા SOGએ 19 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ દ્વારા પકડવામાં આવેલો આરોપી SOG અને બી ડિવિઝન પોલીસે સાથે મળીને આરોપી પકડ્યોગોધરા SOGને બાતમી મળી હતી કે, સાબરમતી રેલવે હત્યાકાંડમાં સંડોવાયેલો અને છેલ્લા 19 વર્ષથી વોન્ટેડ આરોપી રફીક હુસેન ભટુક હાલમાં થોડા દિવસોથી સિગ્નલ ફળિયા વિસ્તારની ઇમરાન મસ્જિદ પાસે આવેલા પોતાના ઘરે રહે છે. જેના આધારે SOG અને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ઘરે જઈને તપાસ કરતા તે મળી આવ્યો હતો. પોલીસે ખરાઈ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસ દ્વારા દસ્તાવેજો, મોબાઈલ ફોન સહિત આરોપીઓની અટકાયત કરીને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ, પંચમહાલ પોલીસ દ્વારા સાબરમતિ ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીને 19 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે.
19 વર્ષથી નાસતા ફરતા ગોધરાકાંડના આરોપીને ગોધરા SOGએ ઘરમાંથી ઝડપી પાડ્યો