ETV Bharat / state

કોરોનાકાળમાં ગોધરાના દાંડિયા બનાવતા કારખાનાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો - કોરોનાકાળ

દેશ અને દુનિયામાં જે ગોધરાના દાંડિયાની મોટા પ્રમાણમાં માંગ જોવા મળતી હતી. સમગ્ર દેશ અને દુનિયામાં ગોધરાના દાંડિયાની માંગ નવરાત્રિ દરમિયાન શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રિમાં ગરબા ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે તેની સીધી અસર દાંડિયા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી છે.

કોરોનાકાળ
કોરોનાકાળ
author img

By

Published : Oct 20, 2020, 8:37 AM IST

  • ગોધરાના દાંડિયા ઉદ્યોગના માલિકો અને કારીગરો માટે વિશેષ રાહત પેકેજની માંગ કરી
  • કોરોના મહામારીમાં દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકસાન
  • એશિયાઈ દેશોમાં ગોધરાના દાંડિયાની માંગ

પંચમહાલ: ગોધરામાં આવેલા 200 ઉપરાંત દાંડિયા કારખાનેદારો દ્વારા તૈયાર કરવામાં આવેલા દાંડિયા હાલ તો માથે પડ્યા છે. મહામહેનતે તૈયાર કરવામાં આવેલા લાખોની કિંમતના દાંડિયાનો જથ્થો રઝળી પડતા કારખાનેદારો ને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. કારખાનામાં કામ કરી રહેલા એક હજાર ઉપરાંત કારીગરોની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે.

દાંડિયા બનાવતા કારખાનાઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો

નાના ઉદ્યોગકારો માટે રાહત પેજેકની સરકાર જાહેરાતની માંગ

દાંડિયાનો નિકાસ ન હોવાના કારણે હાલ દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જેના કારણે 50 ઉપરાંત કારખાનેદારોને કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે. તો કેટલાક કારીગરો છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તો કેટલાક કારીગરો પાટલા વેલણ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ નાના ઉદ્યોગકારો માટે રાહત પેજેકની સરકાર જાહેરાત કરે તેવી માંગ દાંડિયા કારખાનેદારો કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાત સહિત પાડોશી દેશમાં દાંડિયાની માંગ

છેલ્લા 80 વર્ષ કરતા પણ વધુ સમયથી ગોધરાના મુસ્લિમ કારીગરો દાંડિયાના વ્યવસાય સાથે જોડાયેલા છે. મુસ્લિમ કારીગરોના હાથે કલાત્મક ડિઝાઇન અને અવનવા રંગો પીરસી તૈયાર કરવામાં આવતા દાંડિયાની માંગ સમગ્ર ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માંગ જોવા મળતી હોય છે. એશિયાના મોટાભાગના દેશો સહીત યુરોપ અમેરિકા જેવા દેશોમાં ગોધરાના દાંડિયાની માંગ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેના માટે કોંગ્રેસના નેતાઓના સૂર પણ આ કારીગરો માટે ઉઠયા છે. સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ રહી છે.

હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ

ગોધરાના મુસ્લિમ ભાઈઓ દ્વારા હિન્દુઓના આરાધ્યા પર્વ નવરાત્રિમાં ખેલયાઓ માટે દાંડિયા બનાવી હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.