ETV Bharat / state

પંચમહાલમાં કરાડ સિંચાઈના સમારકારમમાં ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી

પંચમહાલ: જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ચાલતા કરાડ સિંચાઈ નહેરના સમારકામ ખામી યુક્ત અને હલકી ગુણવત્તાનું થતા ખેડૂતોએ હલ્લાબોલ કરી કેનાલનું સમારકામ અટકાવી દીધું છે.

author img

By

Published : Jun 7, 2019, 11:36 AM IST

Updated : Jun 7, 2019, 3:25 PM IST

hd

જિલ્લાના દક્ષિણ પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કરાડ સિંચાઇ યોજના હંમેશા વિવાદાસ્પદ રહી છે. ત્યારે કરાડ સિંચાઇ યોજના અંતર્ગત કેનલોના રખરખાવ અને સમારકામ બાબતે દર વર્ષે ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે. કરાડ સિંચાઇ યોજનાને લઈને આ વખતે વધુ એક વાર વિવાદ ઊભો થયો છે. જેમાં ખેડૂતો સીધા જ લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે . હાલમાં કરાડ સિંચાઇ યોજનામાં નહેરોની સમારકામનું કામ ચાલી રહ્યું છે. જે કામ દર વર્ષની જેમ જ ગુણવત્તા વગરનું હોવાનું માલૂમ પડતાં ખેડૂતોએ જનતા રેડ કરીને હલ્લાબોલ કરી હલકી ગુણવત્તાની બાંધકામની કામગીરી અટકાવી દીધી હતી.

પંચમહાલમાં કરાડ સિંચાઈના સમારકારમમાં ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી

આ કરાડ સિંચાઇ યોજના દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ બંને તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે એક માત્ર કરાડ સિંચાઇ યોજનાના પાણી પર આશ્રિત રહેવું પડે છે. અંદાજિત 25 કિમી લાંબી આ નહેર 6100 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડતી હોવાથી ખુબ જ મહત્વની યોજના છે. પરંતુ કરાડ સિંચાઇ યોજનાની નહેરોની બિસ્માર હાલતને લીધે ખેડૂતોને આપવામાં આવતા પાણીનો મોટો જથ્થો વેડફાઇ જતો હોય તેવી ફરિયાદો ઉઠતી હોય છે. દર વર્ષે કરાડ યોજનાની નહેરોનું સમારકામ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ નહેરોની બિસ્માર હાલતનું કારણ જણાવી અનેકવાર સિંચાઇ અધિકારીઓએ નહેરોમાં પાણી છોડવામાં આવતું નથી. જેથી નહેરોના સમારકામમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ખેડૂતો કરતાં હોય છે.

ખેડૂતો દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવતા ઈજારેદારે બનાવેલ નહેરના સ્લેબમાં માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટનું પાતળું પળ જ બનાવીને છોડી દીધું હોવાનું જણાયું હતું. ખેડૂતો દ્વારા તે સ્લેબને ચકાસતા સ્લેબ સ્પર્શ કરતાની સાથે જ તૂટી ગયો હતો. ખેડૂતો આક્ષેપો કરી રહ્યાં છે કે, અનેક રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર કે સિંચાઈ વિભાગના અધિકારીઓ કામના સ્થળે જોવા સુદ્ધાં આવતા નથી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, આ વખતે પણ જો યોગ્ય કામગીરી નહીં થાય તો કેનાલ પર ધરણા કરી લડી લેવાની તૈયારી બતાવી રહ્યાં છે.

જોકે ભ્રષ્ટાચાર થયો હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરી રહ્યાં છે. તેમના મુજબ કરાડ સિંચાઈ નહેરનું સમારકામ યોગ્ય રીતે જ ચાલે છે. સરકારી ધારાધોરણ મુજબ જ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાતું હોવાનો દાવો અધિકારી કરી રહ્યાં છે અને ખેડૂતોના આક્ષેપોને પણ નકારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાનમ સિંચાઇ યોજના અંતર્ગત કરાડ યોજનાના નહેરોના સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે માટે 18 લાખના બજેટની ફાળવણી કરવામાં આવી હતી.

પંચમહાલ માં ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી છે. જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં ચાલતા કરાડ સિંચાઈ નહેરના મરામત કામ ખામી યુક્ત અને હલકી ગુણવત્તાનું થતા ખેડૂતોએ હલ્લાબોલ કરી કેનાલનું સમારકામ અટકાવી દીધું છે.

પંચમહાલ જિલ્લાના દક્ષિણ પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કરાડ સિંચાઇ યોજના હમેશા વિવાદાસ્પદ રહી છે. કરાડ સિંચાઇ યોજના અંતર્ગત કેનલોના રખરખાવ અને મરમ્મત બાબતે દર વર્ષે ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે. ત્યારે કરાડ સિંચાઇ યોજનાને લઈને આ વખતે વધુ એક વાર વિવાદ ઊભો થયો છે.આ વખતે ખેડૂતો સીધા જ લડત ના મૂળ માં જોવા મળી રહ્યા છે . હાલમાં કરાડ સિંચાઇ યોજનામાં નહેરોની મરામતનું કામ ચાલી રહ્યું છે. જે કામ દર વર્ષની જેમ જ ગુણવત્તા વગરનું હોવાનું માલૂમ પડતાં કરાડ સિંચાઇ યોજનામાથી પાણી મેળવતા ખેડૂતોએ જનતા રેડ કરી હલ્લાબોલ કરી હલકી ગુણવત્તાની બાંધકામ ની કામગીરી અટકાવી દીધી હતી. પાનમ સિંચાઇ યોજના અંતર્ગત કરાડ યોજનાના નહરોના સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે માટે 18 લાખના બજેટની ફાળવણી કરવામાં આવી હતી. કામગીરી શરૂ થયા બાદ કામ હલકી ગુણવત્તાનું લાગતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો અને ખેડૂતોએ એકત્રિત થઈ કામગીરી અટકાવવા માટે રેડ કરી હતી અને નહેરોના સમારકામની હલકી કક્ષાની કામગીરી કામગીરી અટકાવી દીધી હતી.

બાઈટ : 1 : નજરું રાઠવા , સરપંચ ભિલોડ ગામ 

કરાડ સિંચાઇ યોજના દ્વારા કાલોલ અને ઘોઘંબા તેમ બે તાલુકાનાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. બંને તાલુકાનાં ખેડૂતોને પાક લેવા માટે એક માત્ર કરાડ સિંચાઇ યોજનાના પાણી ઉપર આશ્રિત રહેવું પડે છે.અંદાજિત 25 કિલોમીટર લાંબી આ નહેર 6100 હેકટર ખેતી ની જમીન ને સિંચાઈ નું પાણી પૂરું પાડતી હોવાથી ખુબ જ મહત્વ ની યોજના છે , પણ કરાડ સિંચાઇ યોજનાની નહેરોની બિસ્માર હાલતને લીધે ખેડૂતોને આપવામાં આવતા પાણીનો મોટો જથ્થો વેડફાઇ જતો હોય તેવી ફરિયાદો વારે વારે ઉઠતી હોય છે. દર વર્ષે કરાડ યોજનાની નહેરોનું સમારકામ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે છતા નહેરોની બિસ્માર હાલત નું કારણ જણાવી અનેક વાર સિંચાઇ અધિકારીઓએ દ્વારા નહેરોમાં પાણી છોડવામાં આવતું નથી. જેથી નહરોના સમારકામમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ખેડૂતો વારે વારે કરતાં જોવા મળે છે. હાલમાં 18 લાખ રૂપિયાના ખર્ચે કરાડ સિંચાઇ યોજનાની નહેરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેની કામગીરી ચાલી રહી હતી દરમ્યાનમાં ખેડૂતોએ અવલોકન કરતાં કામગીરી હલકી કક્ષાની હોવાનું જોવા મળ્યું હતું. જેથી આ વર્ષે પણ નહેરોની બિસ્માર હાલતનું કારણ જણાવી સિંચાઇ માટે પાણી નહી આપવામાં આવે તેવું જણાઈ આવતા ખેડૂતોએ કામગીરીના સ્થળે જનતા રેડ કરી હતી. ખેડૂતો દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવતા ઈજારેદાર દ્વારા બનાવવામાં આવેલા નહેરના સ્લેબ માં માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટનું પાતળું પળ જ બનાવીને છોડી દીધું હોવાનું જણાયુ હતું , ખેડૂતો દ્વારા તે સ્લેબને ચક્સતા સ્લેબ અડતાની સાથે જ તૂટી ગયો હતો અને માટી જ બહાર આવતી હોય બાંધકામની કામગીરી અટકાવી દેવામાં આવી છે;ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે અનેક રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાકટર કે સિંચાઈ વિભાગ ના અધિકારીઓ કામ ના સ્થળે જોવા સુદ્ધાં આવતા નથી.ખેડૂતો એ ચીમકી ઉચ્ચારી છે કે આ વખતે પણ જો યોગ્ય કામગીરી નહીં થાય તો કેનાલ પર ધરણા કરી લડી લેવા ની તૈયારી આ પંથક ના ખેડૂતો બતાવી રહ્યા છે.  

બાઈટ ૨ :  બળવંતસિંહ જાદવ , ખેડૂત 

બાઈટ ૩ :  કિરપાલસિંહ રાઠોડ , સ્થાનિક 

જો કે દેખીતો ભ્રષ્ટાચાર હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાકટરનો લૂલો બચાવ કરી રહ્યા છે તેમના મુજબ કરાડ સિંચાઈ નહેરનું મરામત કામ યોગ્ય રીતે જ ચાલે છે અને સરકારી ધારાધોરણ મુજબ જ કોન્ટ્રાકર દ્વારા કામ કરાતું હોવા નો દાવો અધિકારી કરી રહ્યા છે અને ખેડૂતો ના આક્ષેપો ને પણ નકારી રહ્યા છે.

બાઈટ ૪ : સી.કે.બારીયા_અધિક મદદનીશ ઈજનેર પાનમ સિંચાઈ
બાયટ અને vis ftp કરેલ છે .
કંદર્પ પંડ્યા 
Last Updated : Jun 7, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.