ETV Bharat / state

નેશનલ કોરી ડોર હાઇવે મુદ્દે ખેડુતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર - પંચમહાલ ન્યુઝ

પંચમહાલ: કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ ગ્રીન કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોરીડોર માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પંચમહાલ જીલ્લાના ગોધરા અને મોરવા હડફ તાલુકાના જમીન માલિકો એવા ખેડૂતો દ્વારા આ કોરીડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ આ કોરીડોર અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માગ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

નેશનલ કોરી ડોર હાઇવે મુદ્દે ખેડુતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
નેશનલ કોરી ડોર હાઇવે મુદ્દે ખેડુતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
author img

By

Published : Jan 14, 2020, 4:55 AM IST

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ ગ્રીન કોરીડોર બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રીન કોરીડોર સિક્સ લેનનો નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર છે. ત્યારે કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ ગ્રીન કોરીડોરના નિર્માણ માટે હાલ જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પ્રગતીમાં છે. ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા અને મોરવા હડફ તાલુકામાંથી પણ આ ગ્રીન કોરીડોર પસાર થાય છે. જે અંગેની જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બન્ને તાલુકાના જમીન માલિકો એવા આદિવાસી ખેડૂતો દ્વારા આ ગ્રીન કોરીડોર તેઓની જમીનમાંથી પસાર નહી કરવા માટે સરકારને અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

નેશનલ કોરી ડોર હાઇવે મુદ્દે ખેડુતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

આ હાઈવે બનવવા માટેની જમીન સંપાદનની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે, ખેડૂતોની રજૂઆત છે કે, આદિવાસી વિસ્તારમાં બંધારણના નિયમ પ્રમાણે આ વિસ્તારમાં વસતા આદિવાસીઓની જમીનમાં તેઓની લેખિત મંજુરી વિના કોઇપણ યોજનાનું અમલીકરણ ન કરી શકાય તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. જે સદંતર બંધ કરવામાં આવે અને આ હાઈવેને અન્ય જગ્યાએથી પસાર કરવામાં આવે.સાથે સાથે ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે આજ પ્રમાણે જયારે પંચમહાલ જીલ્લામાં પાનમ ડેમ અને હડફ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે વખતે પણ સરકાર દ્વારા આ ડેમના ડુબાણમાં જતા ખેડૂતોની જમીન સંપાદન કરી અન્ય જગ્યાએ જમીન અને વળતર આપવાની વાત કરવામાં આવી હતી.જે આજદિન સુધી પરિપૂર્ણ કરવામાં આવી નથી.

જેથી આ હાઈવે બનાવવામાં પણ જે જમીન સંપાદિત કરવામાં આવશે તેની સામે પણ સરકાર જમીન કે વળતર આપશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગ્રીન કોરીડોરના નિર્માણમાં પંચમહાલ અને દાહોદ જીલ્લાના આદિવાસી વિસ્તારોના અનેક ખેડૂતોની ખેતીની જમીન તેમજ તેમના રહેણાંક મકાનો પણ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યા છે . જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવાની ખેડૂતોને ખાતરી આપી હતી .

Intro:
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ ગ્રીન કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોરીડોર માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથધરવામાં આવતા પંચમહાલ જીલ્લાના ગોધરા અને મોરવા હડફ તાલુકાના જમીન માલિકો એવા ખેડૂતો દ્વારા આ કોરીડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોએ આ કોરીડોર અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ ગ્રીન કોરીડોર બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને તે ગ્રીન કોરીડોર સિક્સ લેન નો નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર છે. ત્યારે કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ ગ્રીન કોરીડોરના નિર્માણ માટે હાલ જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પ્રગતીમાં છે ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા અને મોરવા હડફ તાલુકામાંથી પણ આ ગ્રીન કોરીડોર પસાર થાય છે જે અંગેની જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બન્ને તાલુકાના જમીન માલિકો એવા આદિવાસી ખેડૂતો દ્વારા આ ગ્રીન કોરીડોર તેઓની જમીનમાંથી પસાર નહી કરવા માટે સરકારને અનેકવાર રજુઆતો કરવામાં આવી છે તેમ છતાંપણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ હાઈવે બનવવા માટેની જમીન સંપાદનની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે, ખેડૂતોની રજૂઆત છે કે આદિવાસી વિસ્તારમાં બંધારણના નિયમ પ્રમાણે આ વિસ્તારમાં વસતા આદિવાસીઓની જમીનમાં તેઓની લેખિત મંજુરી વિના કોઇપણ યોજનાનું અમલીકરણ ન કરી શકાય તેમ છતાંપણ સરકાર દ્વારા તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે જે સદંતર બંધ કરવામાં આવે અને આ હાઈવેને અન્ય જગ્યાએથી પસાર કરવામાં આવે.સાથે સાથે ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે આજ પ્રમાણે જયારે પંચમહાલ જીલ્લામાં પાનમ ડેમ અને હડફ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે વખતે પણ સરકાર દ્વારા આ ડેમના ડુબાણમાં જતા ખેડૂતોની જમીન સંપાદન કરી અન્ય જગ્યાએ જમીન અને વળતર આપવાની વાત કરવામાં આવી હતી જે આજદિન સુધી પરિપૂર્ણ કરવામાં આવી નથી જેથી આ હાઈવે બનાવવામાં પણ જે જમીન સંપાદિત કરવામાં આવશે તેની સામે પણ સરકાર જમીન કે વળતર આપશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રીન કોરીડોરના નિર્માણમાં પંચમહાલ અને દાહોદ જીલ્લાના આદિવાસી વિસ્તારોના અનેક ખેડૂતોની ખેતીની જમીન તેમજ તેમના રહેણાંક મકાનો પણ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યા છે . જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવાની ખેડૂતોને ખાતરી આપી હતી .

Body:Gj10003Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.