ETV Bharat / state

ગોધરા કોંગ્રેસ દ્વારા કરાયું 1000 માસ્કનું વિતરણ - godhra news

પંચમહાલ જિલ્લામાં વધી રહેલા કોરોના મહામારીના કેસ સામે જાગૃતિ લાવવા માસ્ક વિતરણ કરી સૌને સુરક્ષિત રહેવાના અભિગમ સાથે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા 1000 ઉપરાંત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

godhra
ગોધરા કોંગ્રેસ દ્વારા 1000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
author img

By

Published : Jul 24, 2020, 11:30 AM IST

ગોધરાના મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ

પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા 1000 માસ્કનું વિતરણ

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયત્ન

પંચમહાલ : જિલ્લામાં વધી રહેલી કોરોના મહામારીના કેસ સામે જાગૃતિ લાવવાં અને પ્રજામાં માસ્ક વિતરણ કરી સૌને સુરક્ષિત રહેવાના અભિગમ સાથે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ખાતે પંચમહાલ યુવા કોંગ્રેસના પ્રમુખ મિખાઈલ જોસેફના માર્ગદર્શન હેઠળ 1000 ઉપરાંત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાઇરસની બિમારી ફેલાયેલી દેખાય રહી છે. અત્યારે કોરોનાનાં સંક્રમણથી બચવા દરેક વ્યક્તિએ નાક, મોં પર માસ્ક પહેરવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

દેશભરમાં અનલોકની પરિસ્થિતિ ચાલી રહી છે. જેમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ દરમિયાન કોઈ સંક્રમિત વ્યક્તિનો ચેપ લાગે નહીં તેની સલામતી માટે માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. પંચમહાલ જિલ્લા ગોધરામાં યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ગોધરામાં યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોરોના વાઇરસનાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગોધરાના મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલમાં આપણી પાસે અસ્ત્ર, શસ્ત્ર, અને બ્રહ્મસ્ત્ર માત્ર માસ્ક છે. એટલે કોરોના સામેની જંગમાં માસ્ક અતિ આવશ્યક છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી યુથ કોંગ્રેસ જિલ્લા મહાપ્રધાન હસન છકડા માઈનોરીટી પ્રધાન ફારૂકભાઇ વોરા અગ્રણી ઉમેશ શાહ અને સન્નીભાઈ આહુજા સહિત કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.