પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ સ્ટેશનન દ્વારા લોકોને લોકડાઉનનો અમલ કરવા સમજાવવા ઉપરાંત 200 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુની કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દામાવાવ પોલીસ આવી ગરીબોની મદદે દામાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંની હદમાં 33 જેટલા ગામો આવે છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેમજ કડીયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ ચાલી રહેલા લોકડાઉનની સ્થિતિમાં રોજ કમાઈને રોજ ખાનારા વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દામાવાવ પોલિસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.બારીયાએ પોતાના મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સાથ અને સહકારથી લોકસેવા માટે આગળ આવ્યા અને લોકડાઉન દરમિયાન દામાવાવ પોલિસ પરિવાર દ્વારા ગરીબ, નિરાધાર, વિધવા બહેનો તથા પરપ્રાંતીય લોકો કે જે રોજની મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા હોય તેવા જરૂરીયાત મંદ 200 જેટલા પરિવારોને રાશનકીટનું વિતરણ કરી સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દામાવાવ પોલીસ આવી ગરીબોની મદદે આમ પોલીસે કડક બનવાની સાથે સાથે માયાળુ બની લોકસેવાનું પણ કાર્ય કરી રહી છે. સાથે સાથે પોતાની ફરજ પણ નિભાવીને લોકડાઉન દરમિયાન કાયદાનું ભંગ કરનારા સામે પોલીસ દ્રારા આશરે 100 જેટલા વાહનો ડિટેઇન કરી દંડ વસુલવામાં આવેલ છે. આ સાથે જાહેરનામા ભંગના પણ 21 કેસ કરી લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા સૂચના કરવામાં આવેલ છે. આમ સુરક્ષા સેવા અને સલામતિના પોલીસના સૂત્ર ને દામાવવા પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે.
દામાવાવ પોલીસ આવી ગરીબોની મદદે