ETV Bharat / state

પંચમહાલમાં આદિવાસી દિવસની ઉજવણી, ઢોલના તાલે આદિવાસી સમાજે ગફુલી નૃત્યની રમઝટ બોલાવી - ગફુલી નૃત્ય

પંચમહાલ: જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજે પોતાના પરપંરાગત વેશભૂષા સાથે નૃત્ય કરીને આ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી દિવસની ઉજવણી ગફુલી નૃત્યની રમઝટ બોલાવી કરાઇ
author img

By

Published : Aug 9, 2019, 9:44 PM IST

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોરવા હડફ તાલુકાના મોરા ગામના સબયાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ગુજરાત ઘેટા અને ઉન વિભાગના અધ્યક્ષ અમરસિંહ ખાભલીયા ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી દિવસની ઉજવણી ગફુલી નૃત્યની રમઝટ બોલાવી કરાઇ

આદીવાસી સમાજ ઉપરની એક દસ્તાવેજી ફિલ્મ બતાવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજને આપવામાં આવતી વિવિધ સરકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમા અંબાજીથી ઉમરગામ સુધી રહેતા નવ લાખ આદિવાસી સમાજનું ગુજરાતના વિકાસમાં યોગદાન રહેલું છે. દેશની આઝાદીની લડતમાં આદિવાસીઓનું પણ યોગદાન છે.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, આઝાદીની લડતમાં આદિવાસી સમાજના લડવૈયાઓએ આપેલી કુરબાનીને યાદ કરવાનો આ દિવસ છે. કાશ્મીર મામલે તેમણે જણાવ્યું કે, જે કાશ્મીર પણ વિકાસ ઝંખતું હતું પણ કેટલાક અલગાવાદી તત્વોને કારણે 370 કલમ નહોતા નાબૂદ કરી શક્યા. ગુજરાતના પનોતા પુત્રએ કરી બતાવ્યું. તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ ધોતી, કોટી, ફાળીયું,સાફો, સાથે હાથમાં તલવાર અને તીરકામઠા સાથે પોતાના વાદ્યો ઢોલ, નગારા, સાથે શરણાઈ અને ડબૂડી (તબલા જેવુ વાદ્ય) લઇને ગફુલી નૃત્યની રમઝટ જમાવી હતી.

Intro:

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાના મોરા ખાતે આદિવાસી દિવસની ઊજવણી કરવામા આવી હતી.જેમા આદિવાસી સમાજે પોતાના પરપંરાગત વેશભૂષા સાથે નૃત્ય કરીને આ દિન મનાવ્યો હતો.આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Body:પંચમહાલ જીલ્લામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ અને જીલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામા આવી હતી,જેમા મોરવા હડફ તાલુકાના મોરા ગામના સબયાર્ડ ખાતે કાર્યક્રમનુ આયોજન રાખવામા આવ્યુ હતુ.કાર્યક્રમમાં મૂખ્ય અધ્યક્ષતરીકે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ગુજરાત ઘેટા અને ઉન વિભાગના અધ્યક્ષ અમરસિંહ
ખાભલીયા રહ્યા હતા.દિપપ્રાગ્ટવ વિધી બાદ તેમને પ્રકૃતિ પુજા વિધી કરી હતી.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામા આવ્યુ હતુ,
આદીવાસી સમાજ ઉપરની એક દસ્તાવેજી ફિલ્મ બતાવામાં આવી હતી.જેમા આદિવાસી સમાજને આપવામા આવતી વિવિધ સરકારી યોજનાની માહિતી આપવામા આવી હતી.પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ"કે ગુજરાતના વિકાસમા અંબાજીથી ઉમરગામ સુધી રહેતા નવ લાખ આદિવાસી સમાજનુ ગુજરાતના વિકાસમાં યોગદાન રહેલુ છે.દેશની આઝાદીની લડતમાં આદિવાસીઓનુ પણ યોગદાનછે.આઝાદીની લડતમા આદિવાસી સમાજના લડવૈયાઓએ આપેલી કુરબાનીને યાદ કરવાનો આ દિવસ છે.કાશ્મીર મામલે જણાવ્યુ કે જે કાશ્મીર પણ વિકાસ ઝંખતૂ હતૂ પણ કેટલાક અલગતાવાદી તત્વોને કારણે ૩૭૦ કલમ નહોતા નાબુદ કરી શક્યા ત્યારે ગુજરાતના પનોતા પુત્રએ કરી બતાવ્યુ.તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો.કાર્યક્રમમા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને સન્માનીત કરવામા આવ્યા હતા.ગૃહપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરવાનૂ ટાળ્યૂ હતુ.આ કાર્યક્રમમા આસપાસના વિસ્તારોમાથી આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ ધોતી,કોટી,ફાળીયુ,સાફો,સાથે હાથમા તલવાર અને તીરકામઠા સાથે પોતાના વાદ્યો ઢોલ,નગારા, સાથે શરણાઈ અને ડબૂડી(તબલા જેવુ વાદ્ય) લઇને ગફુલી નૃત્યની રમઝટ જમાવી હતી. ચાલુ વરસાદમાં પણ કાર્યક્રમને માણ્યો હતો.

Conclusion:બાઇટ-:વિક્રમ ડીંડોર.
આદિવાસી અગ્રણી

day paln pass story
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.