પંચમહાલઃ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને જોતા જિલ્લા વહિવટી તંત્રએ કડક અમલવારી કરી છે. વધુમાં ગોધરા ખાતે 26 જેટલી SRPની ટૂકડી પણ તેનાત કરી દેવામાં આવી છે. હાલ ગોધરામાં કુલ 39 જેટલા કોરોના કેસ નોંધાયા છે. જેમાં ગત્ત મોડી રાત્રે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોહ્યા મહોલ્લા વિસ્તારમાં આર એન્ડ બી વિભાગ અને પોલીસ સાથે રાખીને ઉપરોક્ત વિસ્તારને બંધ કરવાં પતરા લઈને પહોંચી હતી.
આ વાતની જાણ થતાં જ વિસ્તારના અસામાજિક તત્વોનું ટોળું એકાએક ધસી આવી પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઇજા થવા પામી હતી .જો કે હુમલાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટનાસ્થળ પર વધુ પોલીસ સાથે પહોંચ્યા હતા અને ટોળાને વિખેરવા 5 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ જિલ્લા ભરમાં થતા લોકોએ કોરોના વૉરિય પરના હુમલાને સોશિયલ મીડિયાના માધ્યમથી વખોડ્યો હતો અને હુમલાખોરોને કડક સજા થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.