ETV Bharat / state

pavagadh mahakali temple: અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય

author img

By

Published : Mar 14, 2023, 1:10 PM IST

શ્રીફળના ફોલેલા છોલતાને લઈ ગંદગી થતી હોવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવાગઢ મંદિરના દર્શને ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. જો કે આખું શ્રીફળ ભક્તો પોતના ઘરે લઈ જઈ શકશે.

pavagadh mahakali temple : અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય

પાવાગઢ : હાલ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને હજુ વિવાદ શાંત નથી થયો ત્યાં ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ માતાજીને વધારવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ વેપારી વર્ગને પણ આખું શ્રી ફળ વેચવા માટે જણાવવામાં આવ્યું છે.

અંબાજી બાદ પાવાગઢ મંદિરનો શ્રી ફળ ન વધારવાનો નિર્ણય : થોડા સમય આગાઉ જ PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષો બાદ નિજ મંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરી હતી અને નવીન આકાર પામેલા માતાજીના મંદિર પર વર્ષો બાદ ધ્વજા લહેરાઈ હતી. શ્રીફળ વધારવા અંગે મંદિર ટ્રસ્ટે જણાવાયું હતું કે, શ્રીફળના ફોલેલા છોલતાને લઈ ગંદગી થતી હોવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવાગઢ મંદિરના દર્શને ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. જેમાં ખાસ કરીને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને માતાજીને શ્રીફળ વધારીને પોતાની બાધા પુરી કરતા હોય છે. જો કે આખું શ્રીફળ ભક્તો પોતના ઘરે લઈ જઈ શકશે. હવે જોવાનું રહ્યું કે, ભક્તોની આસ્થા સામે મંદિર ટ્રસ્ટના નિર્ણયનું શું પરિણામ આવે છે.

પ્રસાદનો વિવાદ વિધાનસભામાં પહોંચ્યોઃ અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિરોધ એ અંબાજી મંદિર પુરતો રહ્યો નથી. ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. ને વિધાનસભાની બહાર નીકળીને ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે.

હિન્દુ સંગઠનનો ભારે વિરોધઃ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કૉંગ્રેસ અને સ્થાનિક માઈભક્તોએ મોહનથાળના પ્રસાદનો વિરોધ કર્યો છે. અંબાજી મંદિરમાં દરરોજ ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. અને વિનામૂલ્યે મોહનથાળનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે. માઈભક્તોની પણ ઈચ્છી રહ્યા છે કે, માતાજીને મોહનથાળનો પ્રસાદ જ હોવો જોઈએ. વર્ષોની પરંપરાને તોડવાની જરૂર નથી.

જિલ્લા કલેક્ટર આમ કહી રહ્યા છેઃ અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અમને ઘણી બધી રજૂઆતો મળી હતી કે, ઉપવાસ હોય ત્યારે પ્રસાદ આરોગી શકાય તેવો પ્રસાદ હોવો જોઈએ. ખાસ કરીને પૂનમ હોય અને પૂનમના દિવસે ઉપવાસ હોય ત્યારે ભક્તો પ્રસાદ આરોગી શકે અને નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય ત્યારે ભકત પ્રસાદ આરોગી શકે તેવો પ્રસાદ હોવો જોઈએ. આથી ચીકી પ્રસાદ તમામ ઉપવાસમાં લઈ શકાય છે. મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં આરોગી શકાતો નથી. બીજૂ સુકો પ્રસાદ ચીકી છે. તેની સેલ્ફ લાઈફ લાંબી હોય છે, અને તે વિશ્વભરના માઈભક્તો સુધી પહોંચાડી શકાય છે. માટે ભક્તોની લાગણીને માન આપીને અમોએ આવો નિર્ણય લીધો છે. દેશના બીજા મંદિરોમાં પણ આવી પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : VHP Protest: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો જૂનાગઢ VHP કરશે ઉગ્ર આંદોલન

ભાજપ અંબાજી શહેરના ઉપપ્રમુખ અને કાર્યકર્તાના રાજીનામાઃ મોહનથાળનો પ્રસાદ બંધ થતાં રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપ અંબાજી શહેરના ઉપપ્રમુખ સુનિલ બહ્મભટ્ટે રાજીનામું ધરી દીધું હતું. તેમ જ તેમની પાછળ ભાજપના કાર્યકર્તાઓએ રાજીનામાં આપ્યા હતા. અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મા અંબેના ચાચરચોક અને માના શિખરની સાક્ષીએ કહુ છું કે, મેં ભાજપના ઉપપ્રમુખ પદેથી અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને 8 દિવસ થયાં છતાં પણ સત્તાવાળાઓ દ્વારા કોઈ નિવેદન આવ્યું નથી. જેથી માઈભક્તોની લાગણી દુભાઈ છે અને ભક્તોને છેતરવાનું બંધ કરે. હું ખૂબ દુઃખી છું અને આથી હું ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું.

આ પણ વાંચો : Ambaji Temple: અનોખું શક્તિપીઠ, જ્યાં મોદીથી લઈ બીગ બી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન, જાણો વિશેષ મહિમા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.