ETV Bharat / state

કાલોલ ખાતે હજના બહાને છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ કરાઈ - latest news of kalol police

કાલોલમાં આરોપી હુસેન બોબડિયાએ એપ્રિલ 2019માં દુકાન ભાડે રાખીને અમીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયાલિસ્ટ ઈન ઉમરાહ જિયારતનું બોર્ડ મારી લોકોના હજ મોકલવાના નામે છેતરી રહ્યાં હતા. અત્યારસુધીમાં આરોપીએ 200 જેટલા લોકો પાસેથી પૈસા પડાવીને છેતરપીંડી કરી છે. જે મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલ
કાલોલ
author img

By

Published : Jul 22, 2020, 5:00 PM IST

પંચમહાલઃ જિલ્લામાં યાત્રાળુઓને હજ લઈ જવાના નામે તેમની સાથે છેતરપીંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતા-પુત્રએ 200 જેટલા યાત્રાળુઓને હજની યાત્રા કરાવવાના નામે નકલી પાસપોર્ટ અને ટિકિટ આપી હતી. બાદમાં ઓફિસ બંધ કરી નાસી છૂટ્યાં હતા. જે અંગે સ્થાનિક પોલીસ જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બંને પિતા-પુત્રએ મુસ્લિમ સમાજના 200 જેટલા શ્રદ્ધાળુઓનો વિશ્વાસ સંપાદન કરી ઉમરાહ કરાવવાના નામે એક યાત્રાળુ દીઠ રૂપિયા 45000 એમ કુલ રૂપિયા 18,35,000 જેટલી જંગી રકમ ઉઘરાવી યાત્રા નહીં કરાવી કાલોલ ખાતેની ઓફિસ બંધ કરી દઈ ભાગી છૂટયા હતા. જે બંને કાલોલ પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન કાલોલમાં ભોગ બનેલા શ્રદ્ધાળુઓના અસલ પાસપોર્ટ પોતાની માકણ ખાતેના વતનમાંથી પાસપોર્ટ નંગ 28 તથા તેઓની પાલેજ ખાતેની ઓફીસમાંથી બિલ બુક નોંધ 5 કબ્જે કરી હતી.

કાલોલ ખાતે હજના બહાને છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ કરાઈ

બંનેએ રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી કે, તમામ શ્રદ્ધાળુઓના નાણાં ટીકીટ એજન્ટ સઈદ પટેલના ખાતામાં જમા કરાવ્યા હતા અને આઇટીનરી ( બિન ટ્રાવેલિંગ) પ્લેન ટિકિટો બનાવડાવી બાકીના પૈસા સુરતના સઈદ પટેલના ખાતામાં જમાં કરાવ્યા હતા. ત્યારબાદ તમામ રૂપિયા સઈદના ખાતામાં જમા થયા બાદ આઇટીનરી (બિન ટ્રાવેલિંગ) ટિકિટો શ્રદ્ધાળુ પેસેન્જરોના વોટસ એપ પર મોકલી આપી હતી અને રૂપિયા લઇને ઓફિસ બંધ કરી મુંબઈ નાસી ગયા હતા.

આ ચારેય આરોપીઓએ રૂપિયા વહેચી લીધા હતા. આમ કાલોલ પોલીસે ભોગ બનનારાના અસલ પાસપોર્ટ નંગ 25 તથા અન્ય 3 પાસપોર્ટ મળી કુલ 28 અસલ પાસપોર્ટ કબ્જે કરી આગળની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.