પોતાની યાત્રાના ભાગરૂપે તેઓ ગોધરા ખાતે આવી પહોંચતા તેમનું ગોધરા સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યકરો, કોમર્સ કોલેજ તેમજ અને વિધાર્થી પરિષદ દ્વારા શહેરની ગાંધીજીની પ્રતિમા પાસે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ તેઓ 3500 કિમીની યાત્રા કરી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ તરફ જવા રવાના થયા છે.
49 વર્ષીય થંગરાજને પોતે કોમ્પ્યુટર ઇજનેરીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ પણ આવી યાત્રાઓ કરી છે. જેમાં 2013માં ચેન્નઈથી રામેશ્વરમ સાયકલ યાત્રા, કોલકાતાથી કન્યાકુમારી તેમજ 2015માં મહારાષ્ટ્રથી કન્યાકુમારીની યાત્રા તેમજ ભગિની નિવેદિતાની જન્મ જયંતીના ભાગરૂપે કન્યાકુમારીથી દાર્જિલિંગની યાત્રા એક્ટિવા ઉપર કરી છે.
હાલ કન્યાકુમારીના વિવેકાનંદના સ્મારકના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેઓ "એક ભારત, વિજયી ભારત" યાત્રાના સંદેશા સાથે નીકળ્યા છે અને ભારતના વિવિધ રાજ્યે, તેમજ ઉત્તર-પૂર્વી રાજ્યોના નાના-મોટા શહેરો આવરી લેશે. આમ, કુલ 18,000 કીમી જેટલી મુસાફરી કરશે.