ETV Bharat / state

માનવતા શર્મશાર: દાદાએ દુષ્કર્મ આચરીને બાળકીની કરી હત્યા

પંચમહાલ જિલ્લાના હાલોલના એક ગામમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની(Rape of girl child) ઘટના સામે આવી છે. નરાધમે બાળકીને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરીને કરીને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી સામે હત્યા તેમજ પોક્સોનો(Crime of murder and pocso) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝાડી ઝાંખરાવાળી જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Nov 16, 2022, 1:40 PM IST

પંચમહાલ: પંચમહાલ જિલ્લાના હાલોલના એક ગામમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની(Rape of girl child) ઘટના સામે આવી છે. નરાધમે બાળકીને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરીને કરીને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો(Crime of murder and pocso) દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર વર્ષની બાળકીને લાલચ આપી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી

લાલચ આપી દુષ્કર્મ: સામે આવેલી માહિતી તે દિવસે બાળકીનો જન્મદિવસ હતો. ઘરના લોકો બાળકીને ઘરે મૂકીને કઈ કામ અર્થે આજુબાજુ ગયા હતા. બપોરે ઘરના સભ્યો ઘરે આવ્યા પણ બાળકી ઘરે ન જોતા શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકી મળી ન આવતાં બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલોલ પોલીસે ઘટનાની ગંભીરતા જોઈએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મોડી સાંજે ગામની અંદર આવેલ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં બાળકી સાથે કઈંક અમાનવીય કૃત્ય થયું હોય તેવું લાગ્યું હતું. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હાલોલ રેફરલ ખાતે મોકલી આપ્યો હતો. નિર્દોષ બાળકીનો મૃતદેહ મળી આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોને ગામની બાજુમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતાં પરપ્રાંતીયો પર શંકા ગઈ હતી. શંકાના આધારે ગુસ્સે થયેલા ગ્રામજનોએ ગોડાઉનને આગ ચાંપી હતી.

આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ: રોષે ભરાયેલા ગ્રામજનોએ ગામની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉન પર કામ કરતા પરપ્રાંતિઓએ આ બાળકીની હત્યા કરી હશે એ શંકાના આધારે ગોડાઉનને આગચાંપી હતી. જેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરપ્રાંતીય લોકોને અન્ય જગ્યાએ ખસેડ્યાં હતા. ગ્રામજનોનો રોષ જોતા પોલીસે 10 અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કૌટુંબિક દાદા કહેવાતો એક શખ્સ બાળકીને અવાર નવાર બિસ્કીટ અને ચોકલેટ આપતો હતો. તેણે જ બાળકીને બિસ્કીટની લાલચ આપી અવવારું જગ્યાએ લઈ ગયો હતો. બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમે ગળે ટૂંપો દઈને બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હત્યા તેમજ પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.