ETV Bharat / state

કાલોલ પોલીસ મથકના ASI સામે તેના જ પોલીસ મથકમાં ગુનો નોધાયો - Kalol police station

પંચમહાલ જિલ્લાના કાલોલમાં જમીનના વિવાદની અરજીની તપાસ દરમિયાન અરજીના આક્ષેપિતને પોલીસ મથકમાં બોલાવી માર મારતા ASI સામે તેમના જ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

કાલોલ પોલીસ મથકના ASI સામે તેના જ પોલીસ મથકમાં ગુનો નોધાયો

author img

By

Published : May 8, 2020, 8:48 PM IST

પંચમહાલઃ જિલ્લાના કાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI સામે તેના જ પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. જમીનના વિવાદની અરજીની તપાસ દરમિયાન અરજીના આક્ષેપિતને પોલીસ મથકમાં બોલાવી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ મથકના સણસોલી આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI દ્વારા એક ઇસમને પોલીસ મથકમાં બોલાવીને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના એક અરજદાર દ્વારા તેના ભાઈ સાથે ચાલી રહેલા જમીન વિવાદ અંગે પોલીસ મથકમાં અરજી કરી હતી.

જે અરજીની તપાસ કાલોલ પોલીસ મથકની હદમાં આવતા સણસોલી આઉટ પોસ્ટના ASI વાડીલાલ દામાં ચલાવી રહ્યા હતા. જે દરમિયાન ASI દ્વારા અરજીના તપાસના કામે અરજીમાં દર્શાવેલા આક્ષેપિત વ્યક્તિ અશોક સોલંકીને કાલોલ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા, જેથી અશોક સોલંકી કાલોલ પોલીસ મથકે પહોંચી ASIને મળ્યો હતો અને જરૂરી કાર્યવાહી માટે જણાવ્યું હતું.

જે દરમિયાન ASI વાડીલાલ દામા દ્વારા અશોક સોલંકીને પોલીસ મથકમાં જ કોઈપણ કરણ વગર માર મારવામાં આવ્યો હતો. બાદમાં અરજદાર પોતાના ઘરે પરત ફર્યા હતો, ત્યારે રાત્રીના સમયે ખેંચ આવતા તેઓને 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાદમાં વધુ સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જરૂરી સારવાર કર્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. બાદમાં અશોક સોલંકી દ્વારા તેઓને મારવામાં આવેલા માર બાબતે ASI સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.

જે ફરિયાદ તેમજ મેડિકલ પ્રમાણપત્રના આધારે પોલીસે ASI વાડીલાલ દામા વિરુદ્ધ મારમારવા તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધી ASIની અટકાયત કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.