ETV Bharat / state

#વર્લ્ડ ટોબેકો ડેઃ તમાકુના સેવનથી દર વર્ષે 10 લાખ લોકો ગુમાવે છે પોતાનું જીવન - life

પંચમહાલઃ આજના દિવસને ‘વર્લ્ડ ટોબેકો ડે’ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં પેઢી મોબાઈલ યુગમાં જીવે છે, પણ સાથે સાથે તમાકુ જેવા પદાર્શોના ઉપયોગનું પ્રમાણે પણ જોવા મળે છે.

#વર્લ્ડ ટોબેકો ડે : તમાકુના સેવનથી દર વર્ષે 10 લાખ લોકો પોતાનું જીવન ગુમાવે છે
author img

By

Published : May 31, 2019, 12:53 PM IST

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, સિગારેટ, બીડી તેમજ તમાકુ સહિતના અન્ય પદાર્થોનું વ્યસન માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે. તો આ વાત તદ્દન ખોટી છે. કેમ કે આ વ્યસનો મહિલાઓમાં પણ જોવા મળે છે. જેને એક ગંભીર બાબત ગણી શકાય. આ પદાર્થોની સેવનથી માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ સામાજિક પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે છે.

પંચમહાલના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામમાં આલ્ફા હીલિંગ સેન્ટર (નશા મુક્તકેન્દ્ર) ખાતે મનોરોગ-ચિકિત્સક અન વ્યસનમુક્તિ નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડૉ.પાર્થ સોનીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, "ભારતમાં અંદાજે 4.5 કરોડ લોકોને તમાકુનું વ્યસન છે. આ ખરેખર એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે તમાકુના સેવનને કારણે 10 લાખ લોકોના મૃત્યુ થાય છે. તમાકુનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે. જેમાં સિગરેટ અને બીડી ઉપયોગ કરવામાં આવે છે અને પાન, મસાલા, ગુટકામાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે. તમાકુના વ્યસનથી જીવનના 15 વર્ષ ઘટી જાય છે. એક બીડી છથી સાત મિનિટનો જીવનનો ઘટાડો કરે છે. તમાકુ શરીરના તમામ અંગોને નુકસાન કરે છે. શરીરમાં થતાં 40 ટકા કેન્સર તમાકુને કારણે થાય છે. અહીં પંચમહાલ જિલ્લાની વાત કરવા માટે બે પુરુષોમાંથી એક અને પાંચ મહિલાઓમાંથી એક મહિલાને તમાકુની પદાર્થોનું વ્યસન જોવા મળે છે. આ બધા તમાકુના વ્યસનથી દૂર થઇ શકાય છે. જેમાં જિલ્લાના સરકારી દવાખાના વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર કરી શકાય છે. વ્યસન છોડવું અઘરું છે પણ અશક્ય નથી"

#વર્લ્ડ ટોબેકો ડે : તમાકુના સેવનથી દર વર્ષે 10 લાખ લોકો પોતાનું જીવન ગુમાવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામમાંઆલ્ફા હીલિંગ સેન્ટર (નશા મુક્તિકેન્દ્ર) આવેલું છે. જ્યાં વ્યસન મુક્તિ માટે દવાઓ, કાઉન્સલિંગ તેમજ યોગા, સ્વિમિંગ, વાંચન, આર્ટ તેમજ અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વ્યસન મુક્ત જીવન તરફ પ્રયાણ કરવામાં આવે છે. અહીં ગુજરાત રાજ્યમાંથી જ નહીં પણ અને દેશ વિદેશમાંથી પણ વ્યસનના ભોગ બનેલા લોકો સારવાર કરવા માટે આવે છે. સાથે સારવાર બાદ તેઓ એક નવી જીવનની શરૂઆત કરે છે.

આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે, ત્યારે ETV BHARAT તમાકુના વ્યસનથી સૌને દૂર રહેવા અને એક ખુશનુમા જિંદગી જીવવા અપીલ કરે છે.

Intro:આજનો દિવસ વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવે છે.
આજની યુવા પેઢી ભલે મોબાઈલ યુગમાં જીવતી હોય પણ તમાકુની પદાર્થોનો ઉપયોગનું પ્રમાણ જોવા મળે છે. સામાન્ય રીતે એમ પણ માનવામાં આવે છે કે આ બધા સિગારેટ બીડી-તમાકુ સહિતના અન્ય પદાર્થોનું વ્યસન પુરૂષોમાં જ જોવા મળે છે. એવું નથી હવે મહિલાઓમાં પણ આ પ્રમાણ જોવા મળે છે. જે એક ગંભીર બાબત છે.આ તમાકુના પદાર્થોના સેવનથી માત્ર આર્થિક નુકસાનની સાથે સાથે વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે.

Body: પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામ ખાતે Alpha Healing Center( નશા મુક્તિકેન્દ્ર)
ખાતે સાયકાટ્રીસ્ટ અને વ્યસનમુક્તિ નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડૉ.પાર્થ સોની E TV BHARATને જણાવે છે કે
" ભારતમાં અંદાજે સાડા ચાર કરોડ લોકોને તમાકુનું વ્યસન છે. ખરેખર ગંભીર સમસ્યા છે. દર વર્ષે તમાકુના સેવનને કારણે 10 લાખ લોકોના મૃત્યુ થાય છે. તમાકુનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે જેમાં સિગરેટ બીડી ઉપયોગ કરવામાં આવે છે. અને પાન મસાલા ગુટકામાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે. તમાકુના નુકસાનથી થતી અસર વિશે વધુમાં ડૉ પાર્થ સોની જણાવે છે કે તમાકુના વ્યસનથી જિંદગીના 15 વર્ષ ઘટી જાય છે.એક બીડી છથી સાત મિનિટનો જીવનનો ઘટાડો કરે છે.તમાકુ શરીરના તમામ અંગોને નુકસાન કરે છે. શરીરમાં થતાં 40 ટકા કેન્સર તમાકુને કારણે થાય છે. અહીં પંચમહાલ જિલ્લાની વાત કરવા માટે બે પુરુષો માંથી એક અને પાંચ મહિલાઓ માંથી એક મહિલાને તમાકુની પદાર્થોનું વ્યસન જોવા મળે છે.આ બધા તમાકુના વ્યસનથી દૂર થઇ શકાય છે. જેમાં જિલ્લાના સરકારી દવાખાના વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર કરી શકાય છે વ્યસન થોડું અઘરું છે પણ અશક્ય નથી"

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે

પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામે Alpha Healing Center( નશા મુક્તિકેન્દ્ર)
આવેલું છે. જ્યાં વ્યસન મુક્તિ માટે દવાઓ,બાદમાં કાઉન્સલિંગ તેમજ યોગા, સ્વિમિંગ,વાંચન, આર્ટ,તેમજ અન્ય પ્રવૃત્તિઓ થકી વ્યસન મુક્ત જીવન તરફ પ્રયાણ કરવામાં આવે છે.અહીં ગુજરાત રાજ્યમાંથી જ નહીં પણ અને દેશ વિદેશમાંથી પણ વ્યસનના ભોગ બનેલા લોકો સારવાર કરવા માટે આવે છે.અને સારવાર બાદ તેઓ એક નવી જિંદગી જીવી રહ્યા છે.

બાઈટ- ડૉ. પાર્થ સોની.
(સાયકાટ્રીસ્ટ અને વ્યસનમુક્તિ નિષ્ણાત )
Alpha Healing Center- (નશામુક્તિ કેન્દ્ર)
મુ - નારૂકોટ.તા- જાંબુઘોડા. જી-પંચમહાલ

આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે.ત્યારે ઈટીવી ભારત તમાકુના વ્યસનથી સૌને દૂર રહેવા અને એક ખુશનુમા જિંદગી જીવવા અપીલ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.