આદિવાસી પંથક ગણાતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક શાળાઓ મર્જ સાથે બંધ કરવાની ગતિવિધિઓને લઈને વિદ્યાર્થી સાથે વાલીઓ સરકાર સામે આવી ગયા છે.ત્યારે બાળકોને બપોરનું ભોજન આપતી વાંસદા તાલુકાની મધ્યાહન ભોજનમાં કામ કરતી મહિલાઓને પણ શાળા મર્જ કરવાને લઈને બેકારીનો સામનો કરવો પડશે.
જેના કારણે તમામ મહિલાઓની વહારે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ એક રેલી કાઢીને રાજ્ય સરકારના શાળા મર્જના સર્વેને વખોડી કાઢી ધરણા પર બેસીને સુત્રોચાર કર્યા હતા. તેમજ વાંસદા મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું