નવસારી: ઉનાળો આવતા જ નવસારી વિજલપોર નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી ન આવતા સ્થાનિકોમાં પાણીનો કકળાટ શરૂ થતો હોય છે. ત્યારે એપ્રિલ મહિનામાં વિજલપોરના 25000 પરિવારોને પીવાનું શુદ્ધ પાણી આપવા ચંદન તળાવની વર્ષોથી અટકેલી કરોડોની યોજના પાલિકા પૂર્ણ કરવા જઈ રહી છે.
નવસારી પાલિકાની જાણ બહાર પાણી લેતા, વિજલપોરને 9 લાખનો દંડ થયો હતો - વિજલપોર નગરપાલિકાના સમયમાં વિજલપોરના પૂર્વ ભાગના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ હેતુથી વિજલપોર નગરપાલિકા દ્વારા અંદાજે 22 કરોડ રૂપિયાના ખર્ચે ચંદન તળાવમાં પાણી લાવી, તેને ફિલ્ટર કરી લોકોના ઘર સુધી પહોંચાડવાની પાણી યોજના બનાવી હતી. પરંતુ નવસારી નગરપાલિકા પાસેથી પાણી મેળવવાનું વિજલપોર નગરપાલિકા માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થયું હતુ.
જીયુડીસી દ્વારા યોગ્ય રીતે કામ ન થયું - ચંદન તળાવમાં પાણી ભરાય એ પૂર્વે પાઈપ લાઈનમાં પડેલા ભંગાણને કારણે પાણી વહી ગયું હતું. જેમાં વિજલપોર પાલિકા દ્વારા નવસારી પાલિકાની જાણ બહાર પાણી ચોરી કર્યાની ફરિયાદ પણ થઈ હતી અને નવસારી પાલિકાએ વિજલપોરને 9 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જેમાં વિજલપોરની પાણી યોજનાને લઈ નવસારી અને જલાલપોરના ધારાસભ્ય સામ-સામે પણ આવી ગયાં હતાં.
વિજલપોરના 25 હજાર ઘરોને આપશે શુદ્ધ પાણી - બીજી તરફ GUDCના કોન્ટ્રાક્ટર(Contractor of GUDC) દ્વારા કામ અધુરૂ છોડી દેવાયું હતુ અને વિજલપોર પાલિકા(Vijalpor Municipality) તથા ત્યારબાદ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા GUDCને વારંવારની રજૂઆતો બાદ(Following repeated representations to the GUDC) પણ કરોડોનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે GUDC કે કોન્ટ્રાક્ટરે તૈયારી દાખવી ન હતી. જેના કારણે પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં વહી જવાની સ્થિતિ હતી. ત્યારે નવસારી વિજલપોર પાલિકાના શાસકોએ લોકોની પાણીની સમસ્યાના સમાધાન માટે પાલિકાના ખર્ચે ચંદન તળાવનો વર્ષોથી અટકી પડેલો 21 MLD ને શુદ્ધ કરી શકાય, એવો પાણીનો પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તૈયારી દાખવી છે. જેમાં એક અંદાજ મુજબ પાલિકાને 25 લાખથી વધુનો ખર્ચ થશે. જોકે પાલિકાએ એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં ચંદન તળાવમાં પાણી ભરી અને ફિલ્ટર પ્લાન્ટ(Filter plant) દ્વારા શુદ્ધ પાણી વિજલપોરના પૂર્વ પટ્ટીના અંદાજે 25 હજારથી વધુ પરિવારોને પહોંચાડવાનું આયોજન કર્યું છે.
સરકારી કંપનીને કારણે પાણી યોજના વર્ષો રહી બંધ - પાણી જીવનની પ્રથમ જરૂરિયાત છે(Water first necessity of life) અને ગુજરાત સરકારના જ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની આડાઈને કારણે મહત્વપૂર્ણ એવી કરોડોની પાણી યોજના અગાઉ ટેસ્ટીંગ સમયે 25 ટકા જ કાર્યરત થઇ હતી, ત્યારે નવસારી-વિજલપોર પાલિકાની આ પહેલ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.