નવસારી:નવસારી શહેરમાં પડી રહેલા મોડી રાતથી વરસી રહેલા વરસાદના કારણે, નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને નોકરીયાત વર્ગ સ્કૂલના બાળકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બીજી તરફ સરકાર દ્વારા વંદે ગુજરાત કાર્યક્રમ (Under Vande Gujarat) અંતર્ગત નવસારી શહેરના daboo law કોલેજના ગ્રાઉન્ડ પર 10 લાખના ખર્ચે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સખી મંડળનો એક્ઝિબિશન (Exhibition of Sakhi Mandal) યોજાયો હતો અને જિલ્લામાંથી સખી મંડળ ની બહેનો પોતાની પ્રોડકો ના વેચાણ માટે આ મેળામાં આવ્યા હતા.
સરકારના ખર્ચા પર પાણી ફરી વળ્યું:સરકાર દ્વારા અંદાજિત 50 સ્ટોલ આ ડોમમાં લગાવ્યા હતા, દૂર દૂરથી આવેલી સખી મંડળની બહેનો આવક મેળવવા ની આસમાં અહીં નવસારી સુધી આવ્યા હતા પણ એ લોકોની આશા પર પાણી ફરી વળ્યા હોય તેમ ગત રાત્રે ભારે વરસાદના પગલે ડોમમાં પણ પાણી ભરાઈ જતા સ્ટોલમાં મુકેલો પોતાનો સામાન સુરક્ષિત સ્થાન પર ખસેડવો પડ્યો, સખીમંડળની બહેનો માટે સરકાર દ્વારા મોટા ખર્ચે ઊભો કરવામાં આવેલો ડોમમાં નીચે પાણી ભરાઈ જતા સખીમંડળની બહેનોએ બે દિવસ વેપાર બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
લાખોનો ખર્ચો:સરકાર દ્વારા કરવામાં આવતા તાયફાઓનો ભોગ સખી મંડળની બહેનો બની હતી. આ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા લાખોના ખર્ચે ડોમ તૈયાર કરાયો હતો. સરકારે રોજગારી ઊભી કરવા માટે બનાવેલો કાર્યક્રમ સખીમંડળની બહેનો માટે વરસાદના કારણે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે તેવું દેખાઈ આવ્યું હતું.