જંગલ, નદીઓ અને જમીન સાથે જોડાયેલા એવા આદિવાસી સમાજ પોતાના હકોને લઈને સરકારની સામે આવી ગયો છે. સામાજિક વનિકરણ વિભાગના બેનરોનો વિરોધ આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવશે તેવું આદીવાસીએ કહ્યું હતું.
નવસારી કલેકટર કચેરીમાં 800થી વધુ આદિવાસી આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતાં. કલેક્ટર કામમાં વ્યસ્ત હોવાથી આદિવાસીઓની મુલાકાત લેવાનું ટાળ્યું હતું. જેના કારણે ફરજ પર હાજર ચિટનિશે આવેદન સ્વીકાર્યું હતું. નાયબ કલેકટર પણ વ્યસ્ત હોવાથી આદિવાસી સમાજ નારાજ થયો હતો.