ETV Bharat / state

ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં બજારોમાં સજ્જડ બંધ - Gandevi town

નવસારી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગામડાઓમાં પણ લોકો જાગૃત થઈ રહ્યા છે. જિલ્લાના ગણદેવી ટાઉનમાં પણ પાલિકા દ્વારા બપોરે 1 વાગ્યા પછી જાહેર કરાયેલા સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને વેપારી મંડળ દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે.

ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન
ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન
author img

By

Published : Apr 17, 2021, 1:43 PM IST

  • નવસારીમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધ્યા
  • સ્વૈચ્છિક લોકડાઉનને વેપારી મંડળ દ્વારા પૂર્ણ સહયોગ અપાયો
  • ગણદેવીમાં બજારો સજ્જડ બંધ થતા કોરોનાની સાંકળને તોડવામાં સફળતા

નવસારી : જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગામડાઓમાં પણ લોકો જાગૃત થઈ રહ્યા છે. લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે નવસારીના ગણદેવી ટાઉનમાં પણ પાલિકા દ્વારા બપોરે 1 વાગ્યા પછી જાહેર કરાયેલા સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને વેપારી મંડળ દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે. ગણદેવીમાં બજારો સજ્જડ બંધ થતા કોરોનાની સાંકળને તોડવામાં સફળતા મળશે.

ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચો : સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ

કોરોના સંક્રમણની સંખ્યા વધીને 2,200ને પાર થઇ

વિકરાળ બની રહેલા કોરોનાની સાંકળને તોડવા ભીડભાડ ન થાય એ જરૂરી છે. જેનો ઉપાય લોકો સ્વૈચ્છિક લોકડાઉનના રૂપે જોઈ રહ્યા છે. નવસારીમાં દિવસે-દિવસે કોરોના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. કોરોના સંક્રમણની સંખ્યા વધીને 2,200ને પાર થઇ ગઇ છે. જેને જોતા જાગૃત બનતા વેપારીઓ આર્થિક તકલીફ સહન કરીને પણ સ્વૈચ્છિક લોકડાઉનને સહયોગ આપતા થયા છે.

ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન
ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચો : ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન

ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન
ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉન

સ્વૈચ્છિક લોકડાઉનમાં દૂધ, દવા અને કરિયાણાની દુકાનોને છૂટ અપાઇ

ગણદેવી નગરપાલિકા દ્વારા વેપારીઓ, દુકાનદારો, શાકભાજી વેચતા ફેરિયાઓ, હોટલ સંચાલકો સાથે બેઠકો કરી હતી. ગણદેવીના બજારો અને દુકાનો સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રાખવા અને ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા નિર્ણય કર્યો હતો. જેનો આજથી અમલ શરૂ થતા ગણદેવીના બજારો સજ્જડ બંધ થયા હતા. જોકે, સ્વૈચ્છિક લોકડાઉનમાં દૂધ, દવા અને કરિયાણાની દુકાનોને છૂટ આપવામાં આવી છે. તથા આસપાસ આવેલા અંદાજે 8થી 10 ગામડાઓ પણ પાલિકાના સ્વૈચ્છિક લોકડાઉનમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. જેથી ગણદેવી વિસ્તારમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવામાં પાલિકા તંત્રને સફળતા મળશે એવી આશા સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.