- આરોગ્ય પ્રત્યે વધૂ જાગૃત બનતા સાયકલિંગ પ્રત્યે સભાન થયા
- પોલીસે 1.23 લાખ રૂપિયાની કૂલ 14 સાયકલો કરી કબ્જે
- સાયકલ સુરતના ગોડાદરા સ્થિત સાયકલ સ્ટોર વાળાને સસ્તામાં વેચતા
નવસારી : કોરોનાકાળ શરૂ થતા લોકો પોતાના આરોગ્ય પ્રત્યે વધી જાગૃત બનતા સાયકલિંગ પ્રત્યે સભાન થયા છે. ત્યારે સાયકલનું વેચાણ પણ વધ્યુ છે. પરંતુ તેની સાથે સાયકલ ચોરીની ઘટનાઓ પણ વધવા પામી છે. સાયકલ ચોરીની ઘટનાઓ પછી એક્ટિવ બનેલી નવસારી LCB પોલીસે ગત મોડી સાંજે બાતમીને આધારે સૂરતના સચિન ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મૂળ અમદાવાદના જીવન વઢિયારી સાથે જ વલસાડ ખાતે પારડી ગામે તળાવ પર પડાવમાં રહેતા પ્રિન્સ ઉર્ફે રામદાસ દેવીપૂજક અને કિશોર ઉર્ફે કિશન દેવીપુજકને તેમના ઘરેથી પકડી પાડયા હતા.
આ પણ વાંચો : અમદાવાદ: મોંઘી સાયકલ ચોરી 200-500 રૂપિયામાં વેચનારા 3 સગીર ચોર ઝડપાયાં
પ્રાથમિક તપાસમાં ત્રણ આરોપી પાસેથી ચોરાયેલી પાંચ સાયકલો મળી
પ્રાથમિક તપાસમાં આ ત્રણ આરોપી પાસેથી ચોરાયેલી પાંચ સાયકલો મળી આવી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેમણે નવસારી સહિત અન્ય જગ્યાએથી ચોરેલી અન્ય 9 સાયકલોની પણ કબૂલાત કરી હતી. જેમાં આરોપીઓ સાયકલ ચોરી કર્યા બાદ સૂરતના ગોદાડરા સ્થિત પ્રિયંકા સોસાયટીમાં રહેતા દશરથ લાલાણીને ઓછા રૂપિયામાં વેચી દેતા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાંથી મોટર સાયકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મધ્યપ્રદેશમાં સસ્તા ભાવે વેચતા
પોલીસે આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવી તેમની ધરપકડ કરી
પોલીસે આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તેમની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીઓએ ચોરી કરેલી કૂલ 1.23 લાખ રૂપિયાની 14 સાયકલો કબ્જે લઈને નવસારી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.