ETV Bharat / state

નવસારીમાં વરસાદી માહોલ, કાવેરી-અંબિકાના જળસ્તરમાં વધારો નોંધાયો

નવસારી અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીમાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરીમાં પાણી વધતાં ચીખલી રિવરફ્રન્ટ પાસે કોઝવે તથા ગણદેવી-બીલીમોરા પાસે વેંગણિયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થયા છે. અંબિકાના કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

Latest news of Navsari
Latest news of Navsari
author img

By

Published : Sep 29, 2021, 6:29 PM IST

  • ગણદેવી બીલીમોરા માર્ગ પર વેંગણિયા ખાડીનો બંધારો પાણીમાં ડૂબ્યો
  • ચીખલી રિવરફ્રન્ટ પાસે કાવેરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ
  • અંબિકાના જળસ્તરમાં વધારો થતા કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા

નવસારી: જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને ગુલાબ વાવાઝોડાની અસર નવસારીમાં વર્તાઈ શકે, તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી હતી. જેથી ગત રોજથી નવસારીમાં પડી રહેલા વરસાદને કારણે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં વાંસદા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓને વરસાદે તરાબોળ થયા હતા.

નવસારીમાં વરસાદી માહોલ, કાવેરી-અંબિકાના જળસ્તરમાં વધારો નોંધાયો

આ પણ વાંચો: ભારે વરસાદને કારણે ભરૂચના રસ્તા પાણી પાણી

વેંગણિયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થયો

જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં મંગળવારે પડેલા ભારે વરસાદને કારણે અને એમાં પણ સાપુતારામાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા, અંબિકા નદી તોફાને ચડી હતી. જેને કારણે અંબિકાના જળસ્તરમાં વધારો થયો હતો. જેથી નદી બુધવારે વહેલી સવારે ભયજનક સપાટીથી સવા ફૂટ નીચે સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે અંબિકા પર બનેલા લો-લેવલ પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા. સાથે જ કાવેરી નદીમાં પાણીની આવક વધતા ચીખલી રિવરફ્રન્ટ પાસેનો કોઝવે તેમજ ગણદેવી-બીલીમોરા માર્ગ પર આવેલ અંબિકા નદી સંલગ્ન વેંગણિયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થયો હતો.

આ પણ વાંચો: ભાવનગર શેત્રુંજી ડેમ 12 તારીખથી સતત ઓવરફ્લો 50 દરવાજા ખોલ્યા : શહેરમાં ઢીંચણ સુધીના પાણી

વરસાદનું જોર ધીમું પડતા અંબિકાના પાણીમાં પણ ઘટાડો જોવા મળ્યો

વેંગણિયા ખાડીના સામે કાંઠે રહેતા 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો. સાથે ગણદેવી-અમલસાડ માર્ગ પર ધમડાછા પાસેનો પૂલ પણ અંબિકાના પાણીમાં ગરકાવ થાય એવી સ્થિતિ બની હતી. જેને જોતા સ્થાનિક તંત્ર દ્વારા ધમડાછા પુલ પરથી રાહદારીઓની આવન-જાવન ઓછી થાય તે માટે પુલના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે સવારથી વરસાદનું જોર ધીમું પડતા અંબિકાના પાણીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે તંત્રએ થોડી રાહત મેળવી હતી. હજુ પણ હવામાન વિભાગની આગાહીને જોતા, અંબિકા અને કાવેરીનાના કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • આજે 29 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડિપ્રેશનના પગલે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. સલામતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સાવચેતીના ભાગ રૂપે દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવા પણ સૂચના અપાઈ છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને કોઈ ટોકન ઇસ્યુ ન કરવા તેમજ માછીમારી ન કરવા અંગે સ્પષ્ટ સૂચના અપાઈ છે.
  • આજે 29 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને રાજકોટમાં સિઝનનો 51 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગુજરાતના કેટલાક ડેમો ઓવરફ્લો થયેલા છે. જેમાં છેલ્લા અઠવાડીયામાં સૈારાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. શહેર અને જિલ્લામાં સારા વરસાદને પગલે આગામી દિવસોમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
  • ભરૂચ શહેરમાં આજે 29 સપ્ટેમ્બરે વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લિંક રોડ પર આવેલી અયોધ્યા નગર શ્રીજી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે ફુરજા વિસ્તારમાંથી પાણીનો વહેતો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે એસ.ટી.ડેપો નજીક આવેલ ઇન્દિરા નગરમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ ખેતીવાડી કચેરી પાણીમાં થઇ ગરકાવ થઈ ગઈ છે.. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પડી મોટી અસર દેખાઈ રહી છે, વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો કરવો પડ્યો સામનો કરવો પડ્યો છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.